PM મોદીના પાક્કા મિત્ર પરથી રહસ્યનો ઉઠ્યો પડદો, આમની સાથે કરે છે બધી જ વાત શેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવારી પત્ર ભર્યાના દિવસે અગ્રણી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ઘણી અંગત જીવનની વાતો શેર કરી છે. આ દરમ્યાન ઇન્ટરવ્યુમાં પીએમ મોદીને પૂછયું કે આખરે તમારો કોઇ એવો મિત્ર છે, જેની સાથે તમે બધી જ વાત શેર કરતા હોવ. આ પ્રશ્નનો પીએમ મોદીએ જવાબ આપતા કહ્યું કે જ્યારે હું સંઘનું કામ રતો હતો ત્યારે લક્ષ્મણરાવ ઇનામદાર હતા. મારું મન તેમને દરેક વાત કરવાનું થતું અને હું તેમની સાથે બધી જ વાતો શેર કરી લેતો હતો.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે જીવનમાં એક વ્યક્તિ એવું હોવું જોઇએ જેની સાથે તમારું મન દરેક સારા અને ખરાબ વિચારને જણાવી શકો. તેને તમારી સાથે બનેલી સારી અને ખરાબ બંને ઘટનાઓ અંગે જણાવી શકો. તેનાથી તમે કંઇ પણ છુપાવશો નહીં.
જ્યારે પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે શું અત્યારે પણ તમારા જીવનમાં કોઇ એવી ખાસ વ્યક્તિ છે, જેની સાથે તમે દરેક વાત કહો છો? તેના પર પીએમ મોદીએ કહ્યું કે હા તેમના જીવનમાં આજે પણ એક એવી વ્યક્તિ છે જેની સાથે તમારી બધી જ વાત જણાવતા હોવ. જો કે પીએમ મોદીએ એ વ્યક્તિનું નામ બતાવાની ના પાડી દીધી.
પીએમ મોદીએ કહ્યું કે જે વ્યક્તિની સાથે તમે બધી જ વાત કહેતા હોવ, તે વ્યક્તિ કયારેક તમને એવી વસ્તુ જણાવી દે છે, જે તમને કોઇ પંડિત પણ ના કહી શકે. પીએમ મોદીએ કહ્યું કે જે વ્યક્તિની સાથે તમે બધી જ વાત શેર કરતાં હોવ તે વ્યક્તિ ભણેલો ગણેલો હોય કે ખૂબ પૈસાવાળા હોય તેવું જરૂરી નથી. તેમણે કહ્યું કે તે પોતાના રાજદાર લક્ષ્મણરાવ ઇનામદારનું નામ એટલા માટે જણાવી રહ્યો છું, કારણ કે હવે તે જીવીત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post PM મોદીના પાક્કા મિત્ર પરથી રહસ્યનો ઉઠ્યો પડદો, આમની સાથે કરે છે બધી જ વાત શેર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/lok-sabha-election-2019-who-is-pm-narendra-modi-best-friend/
via Best Gujarati News
0 Comments