। નવી દિલ્હી ।

બંગાળની ખાડીના દક્ષિણ વિસ્તારમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ ચક્રવાતી તોફાનમાં પરિર્વિતત થવાની સંભાવનાને જોતાં તામિલનાડુમાં ૩૦ એપ્રિલ અને ૧ મેના રોજ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તમામ લોકોનો કોસ્ટલ વિસ્તારથી દૂર રહેવાની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણપૂર્વ શ્રીલંકામાં સર્જાયેલી આ સિસ્ટમ આગામી ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની સંભાવના છે.

હિંદ મહાસાગરમાં સર્જાયેલી આ સિસ્ટમ આગળ વધીને ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તેવી ચેતવણી જારી કરાઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફની નામનું આ વાવાઝોડું આગામી બે દિવસમાં તામિલનાડુના ઉત્તર દરિયા કિનારા સાથે ટકરાવાની સંભાવના છે. વધુ શક્તિશાળી બન્યા બાદ હવાનું હળવું દબાણ હવે સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં તબદીલ થઈ ચૂક્યું છે. ધીમે ધીમે તે ભારતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ૪૮ કલાક દરમિયાન આ ચક્રવાતી તોફાન વધુ શક્તિશાળી બનવાની સંભાવના છે. જેના પગલે તામિલનાડુ અને પોંડિચેરીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. પવનોની ઝડપ ૫૦-૬૦ કિમી પ્રતિ કલાક પર પહોંચવાની સંભાવના છે.

ચક્રવાત ફનીના પડઘમ

  • ૩૦ એપ્રિલે વાવાઝોડું તામિલનાડુના દરિયા કિનારે ટકરાવાની સંભાવના જેના પગલે તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ થવાની સંભાવના
  • ૨૯,૩૦ એપ્રિલ અને ૧ મેના રોજ કેરળના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના
  • ૨૬ એપ્રિલથી જ કેરળમાં પવનની ઝડપ ૫૦ કિમી પ્રતિ કલાક પર પહોંચવાની ચેતવણી
  • કેરળ સરકાર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી જારી કરાઈ. દરિયામાં ગયેલા માછીમારોને ૨૬ એપ્રિલ બપોરે ૧૨ કલાક સુધીમાં નજીકના દરિયા કિનારે પહોંચી જવા તાકીદ
  • રવિવારે તામિલનાડુ, પોંડિચેરી અને કેરળમાં ભારે વરસાદ થવાની આગાહી, ૩૦ એપ્રિલ અને ૧મેના રોજ દક્ષિણ ભારતમાં વ્યાપક વરસાદ થશે
  • ૩૦ એપ્રિલ બપોર બાદ તામિલનાડુ, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં પવનની ઝડપ ૧૧૫ કિમી પ્રતિ કલાક પર પહોંચવાની આગાહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દક્ષિણ ભારતમાં ૩૦મી એપ્રિલે ચક્રવાત ફની ત્રાટકવાની ચેતવણી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/south-india-30th-april/
via Best Gujarati News