આરટીઆઈ એક્ટ અંતર્ગત બેન્કોના એન્યુઅલ ઇન્સ્પેક્શન રિપોર્ટ અને વિલફુલ ડિફોલ્ટરોના નામ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
। નવી દિલ્હી ।
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વના ચુકાદામાં ભારતીય રિઝર્વ બેન્કને માહિતી અધિકાર કાયદા અંતર્ગત વિલફુલ ડિફોલ્ટરોની યાદી અને બેન્કોના એન્યુઅલ ઇન્સ્પેક્શન રિપોર્ટની માહિતી જાહેર કરવા આદેશ આપ્યો છે. પોતાની નોન ડિસ્ક્લોઝર પોલિસી પાછી ખેંચી લેવાની આરબીઆઈને તાકીદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કાયદા અંતર્ગત છૂટછાટ ન અપાય ત્યાં સુધી રિઝર્વ બેન્કે માહિતી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્કને આરટીઆઈ એક્ટ અંતર્ગત માહિતી જાહેર કરવા અંગેના તેના વલણ પર પુનઃવિચારણા કરવાની ચેતવણી આપી હતી.
સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્કની નોન ડિસ્ક્લોઝર પોલિસી સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૧૫ના ચુકાદનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્કને બેન્કોના એક્ટિવિસ્ટો દ્વારા માગ કરાયેલી એન્યુઅલ ઇન્સ્પેક્શન રિપોર્ટ અને અન્ય માહિતી જાહેર કરવાના મામલે છેલ્લી ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અદાલતના ચુકાદાનું હવે પછીનું ઉલ્લંઘન અદાલતના આદેશની ગંભીર અવમાનના ગણાશે.
જસ્ટિસ નાગેશ્વર રાવ અને જસ્ટિસ એમ.આર. શાહની બેન્ચે આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષચંદ્ર અગ્રવાલ દ્વારા આરબીઆઈ સામે દાખલ કરાયેલી અદાલતની અવમાનનાની અરજી પર સુનાવણી કર્યા પછી ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. અગ્રવાલે આરોપ મૂક્યો હતો કે, આરબીઆઈ વિરુદ્ધ જયંતીલાલ મિસ્ત્રી અને અન્યોના કેસમાં સુપ્રીમ કોર્ટે દ્વારા અપાયેલા ચોક્કસ નિર્દેશોનું રિઝર્વ બેન્ક દ્વારા પાલન કરાતું નથી.
અરજકર્તાના વકીલો પ્રશાંત ભૂષણ અને પ્રણવ સચદેવાએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કે સુપ્રીમ કોર્ટે દરેક પ્રકારની માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો હોવા છતાં રિઝર્વ બેન્કે તેના જાહેર માહિતી અધિકારીઓને નિર્દેશ આપતી ડિસ્ક્લોઝર પોલિસી જારી કરી હતી.
શું હતો જયંતીલાલ.એન. મિસ્ત્રી કેસનો ચુકાદો?
વર્ષ ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક વિરુદ્ધ જયંતીલાલ એન મિસ્ત્રી કેસનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક આરટીઆઈ એક્ટ અંતર્ગત માહિતી આપવા બંધાયેલી છે. સુપ્રીમે જણાવ્યું હતું કે, આરબીઆઈ દ્વારા નિયંત્રિત બેન્કોએ આરટીઆઈ અંતર્ગત માહિતી આપવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આરટીઆઈ એક્ટ અંતર્ગત બેન્કોના એન્યુઅલ ઇન્સ્પેક્શન રિપોર્ટ અને વિલફુલ ડિફોલ્ટરોના નામ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/under-rti-act-banks/
via Best Gujarati News
0 Comments