જો હું કોઈપણ ભૂલ કરું તો એવો દબાવ બનાવો કે મારા ઘરે પણ દરોડા પડે: પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ પર બેધડક પોતાની વાત કરી હતી. દેશમાં દરોડાનાં એક પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે, “જો હું પણ કોઈ ભૂલ કરું તો એવો દબાવ જરૂર બનાવવો જોઇએ જેથી મારા ઘર પર પણ દરોડા પડે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મીડિયાવાળો પુછે છે કે કૉંગ્રેસવાળાઓને ત્યાં રેડ કેમ પડી? જે ચોરી કરે છે તેમના ત્યાં જ પોલીસ જશેને. આ જ તો નોટતંત્ર છે જેનો મોહ કૉંગ્રેસ અને કૉંગ્રેસનાં નેતાઓને છે. આ નોટતંત્રને વેરણ-છેરણ કરવાનું કામ ચોકીદારે કર્યું છે.”
તેમણે કહ્યું કે, “હવે કોઈ કાળું નાણું રાખવાનો પ્રયત્ન કરે છે તો પકડાઈ જાય છે. પહેલા આવુ નહોતુ થતું. નોટબંધી બાદ માહોલ બદલાયો છે. પહેલા અમે કહેતા કે કર્ણાટક કૉંગ્રેસનું ATM છે. હવે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 6 મહિનામાં જે લૂંટ મચાવી છે, આ પૈસા ક્યાંથી આવ્યા છે એ સાંભળીને આંખોથી આંસૂ આવી જાય છે. કંઇક નવું કરવા માટે નિયત સાફ હોવી જોઇએ. કૉંગ્રસનાં નેતાઓની નિયત ભ્રષ્ટ છે. નેતા ભ્રમમાં છે અને નીતિ ભટકેલી છે. આ જ કારણ છે કે કૉંગ્રેસ સામાન્ય વર્ગનાં ગરીબોને આરક્ષણ આપવાની વાત અનેક વર્ષોથી પોતાના બનાવટી પત્રમાં કરે છે.”
વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “છેલ્લા ઘણા વર્ષોમાં મારી પર એટલા આરોપ લાગ્યા હતા અને આવુ જ વાતાવરણ બનાવી દેવામાં આવ્યું હતુ. જો તમે શોધવા બેસો તો લાખો પેજ મોદીની વિરુદ્ધ હશે. અમેરિકાએ વિઝા આપવાની ના કહી હતી, પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું તો અમેરિકા ખુદ વિઝા આપવા આવ્યું. કૉંગ્રેસ જૂઠ ચલાવે છે. હમણા કપિલ સિબ્બલે EVMને લઇને લંડનમાં પ્રેસ કૉન્ફરન્સ કરાવી, નોટબંધી પર ફાલતુ વિડીયો બનાવી, પરંતુ દરેક વખતે તેમનું જૂઠ સામે આવ્યું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જો હું કોઈપણ ભૂલ કરું તો એવો દબાવ બનાવો કે મારા ઘરે પણ દરોડા પડે: પીએમ મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-said-that-if-he-does-mistake-than-raid-on-his-home/
via Best Gujarati News
0 Comments