ત્રિપુરાનાં સીએમ બિપ્લવ દેવની પત્નીએ તેમના પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો છે. બિપ્લવ દેવની પત્ની નીતિએ દિલ્હીની તીસ હજારી કૉર્ટમાં તલાક માટે અરજી પણ કરી છે. બિપ્લબ દેવ વર્ષ 2018માં ત્રિપુરાનાં સીએમ બન્યા હતા. ફાયર બ્રાન્ડ નેતા અવાર-નવાર પોતાના વિવાદીત નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. 49 વર્ષનાં બિપ્લવ દેવ લાંબા સમયથી આરએસએસમાં જોડાયેલા રહ્યા છે. તેમનો જન્મ ત્રિપુરામાં થયો અને ત્યાંથી જ તેમણે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું.

ત્રિપુરાથી ગ્રેજ્યુઅશન કર્યા બાદ બિપ્લવ દિલ્હીમાં શિફ્ટ થયા. દિલ્હીમાં તેમણે કેટલાક સમય સુધી જીમ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યું. 2014ની લોકસભા ચૂંટણી બાદ પાર્ટીએ તેમને ત્રિપુરા મોકલ્યા. મુખ્યમંત્રી બન્યા બાદ બિપ્લવ દેવે દાવો કર્યો હતો કે ભારતમાં ઇન્ટરનેટ મહાભારત યુગથી જ છે. તેમણે યૂપીએસસી પરીક્ષાને લઇને પણ વિવાદિત નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે ફક્ત સિવિલ એન્જિનીયર્સે સિવિલ પરીક્ષામાં બેસવું જોઇએ.

વિપ્લવ દેવે મિસ વર્લ્ડ ડાયના હેડનને લઇને પણ વિવાદિત નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે ડાયના હેડન ઇન્ડિયન બ્યૂટી નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ડાયના હેડનની જીત ફિક્સ હતી. તેમણે કહ્યું હતુ કે ડાયના હેડન ભારતીય મહિલાઓની સુંદરતા પ્રેઝન્ટ નથી કરતી. તેમણે કહ્યું હતુ કે, “આપણે મહિલાને દેવી લક્ષ્મી, સરસ્વતીનાં રૂપમાં જોઇએ છીએ. ઐશ્વર્યા રાય ભારતીય મહિલાઓની પ્રતિનિધિ છે. તે મિસ વર્લ્ડ બની તો એ ઠીક છે, પરંતુ ડાયના હેડનની સુંદરતા સમજી નથી શકતો.”

એટલું જ નહીં, તેમણે ભારતીય યુવાનોને રોજગાર માટે પાનની દુકાન ખોલવાની પણ સલાહ આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, “ભારતીય યુવા વર્ષોથી રાજકીયદળો પાછળ સરકારી નોકરીને લઇને પડ્યા રહે છે. જો તેઓ પોતાનો આ અમુલ્ય સમય સરકારી નોકરી શોધવાની જગ્યાએ પાનની દુકાનમાં લગાવે તો બેંક ખાતામાં અત્યાર સુધી 5 લાખ રૂપિયા જમા થઇ ગયા હોત.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ મુખ્યમંત્રી પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, છૂટાછેડા માટે પહોંચી કૉર્ટનાં શરણે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/cm-biplab-debs-wife-demanded-divorce/
via Best Gujarati News