દેશનાં સૌથી મોટા યુદ્ધજહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, એક નૌસેના અધિકારીનું મોત
દેશનાં સૌથી મોટા યુદ્ધ વિમાન વાહક જહાજ INS વિક્રમાદિત્યમાં શુક્રવારે આગ લાગવાની ઘટનામાં એક ઑફિસરનું મોત થયું છે. આગ એ સમયે લાગી જ્યારે આ યુદ્ધજહાજ કર્ણાટકનાં કારવાર બંદર પર પહોંચી રહ્યું હતુ. ભારતીય નૌસેના તરફથી કહેવામાં આવ્યું કે લેફ્ટનન્ટ કમાન્ડર ડીએસ ચૌહાણનાં નેતૃત્વમાં INS વિક્રમાદિત્યમાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. ક્રુનાં તાત્કાલિક લેવાયેલા પગલાથી યુદ્ધજહાજમાં વધારે નુકસાન નથી થયું. જો કે આ દરમિયાન આગ અને ધૂમાડાનાં કારણે લેફ્ટનન્ટ કમાન્ડરનું મોત થયું છે.
Lieutenant Commander DS Chauhan, Indian Navy, who lost his life during fire fighting operations onboard aircraft carrier INS Vikramaditya in Karwar, Karnataka, earlier today. pic.twitter.com/5ixlGvgJUv
— ANI (@ANI) April 26, 2019
નૌસેનાનાં અધિકારીને તાત્કાલિક કારવાર સ્થિત નેવી હૉસ્પિલટલમાં લઇ જવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. નેવીએ એક નિવેદનમાં જણાવ્યું કે થોડાક સમય પહેલા જ શિપનાં ક્રુએ આગ પર કાબૂ મેળવી લીધો છે. સારી વાત એ છે કે યુદ્ધજહાજની યુદ્ધ ક્ષમતાને કોઈ ગંભીર નુકસાન નથી થયું. નૌસેનાએ INS વિક્રમાદિત્યમાં લાગેલી આગની ઘટનાનાં તપાસ માટે ‘બૉર્ડ ઑફ ઇન્કવાયરી’નાં આદેશ આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે INS વિક્રમાદિત્ય અપડેટ કરવામાં આવેલું કીવ ક્લાસ એરક્રાફ્ટ કેરિયર છે, જે ભારતીય નૌસેનામાં 2013માં સર્વિસમાં આવ્યું હતુ.
ઉજ્જૈનનાં મહાન સમ્રાટ વિક્રમાદિત્યનાં સમ્માનમાં તેનું ફરી નામકરણ કરવામાં આવ્યું. આ પહેલા 1987માં આ તત્કાલીન સોવિયત નેવીમાં સામેલ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દેશનાં સૌથી મોટા યુદ્ધજહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, એક નૌસેના અધિકારીનું મોત appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/fire-broke-out-in-ins-vikramaditya/
via Best Gujarati News
0 Comments