પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં વારાણસીથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. અહીં અંતિમ ચરણમાં 19 મેનાં રોજ વૉટિંગ થશે. પ્રધાનમંત્રીએ ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની કુલ સંપત્તિ 2.5 કરોડ રૂપિયા જણાવી છે. પીએમની સંપત્તિમાં ગુજરાતનાં ગાંધીનગરમાં એક પ્લૉટ, 1.27 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડીપૉઝિટ અને 38,750 રૂપિયા કેશ છે. સોગંદનામામાં પીએમ મોદીએ જશોદાબેનને પોતાના પત્ની ગણાવ્યા છે.

પીએમ મોદીએ એ વાતની જાહેરાત કરી છે કે તેમણે 1983માં ગુજરાત યૂનિવર્સિટીમાંથી MAની ડિગ્રી મેળવી હતી. સોગંદનામા પ્રમાણે તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય (1978)થી આર્ટ્સ ગ્રેજ્યુટ છે. તેમણે 1967માં ગુજરાત બૉર્ડથી SSC પરીક્ષા પાસ કરી હતી. પીએમ મોદીએ પોતાની સ્થાવર સંપત્તિ 1.41 કરોડ અને અસ્થાવર સંપત્તિની કિંમત 1.1 કરોડ રૂપિયા જણાવી છે. એટલું જ નહીં, પ્રધનામંત્રીએ ટેક્સ સેવિંગ ઇન્ફ્રા બૉન્ડ્સમાં 20,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત તેમણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 7.61 લાખ રૂપિયા અને LIC પૉલિસિઝમાં 1.9 લાખ રૂપિયા લગાવ્યા છે.

પીએમ મોદીનાં બેંક અકાઉન્ટમાં 4,143 રૂપિયા કેશ બેલેન્સ છે. સોગંદનામા પ્રમાણે પ્રધાનમંત્રી પાસે 4 સોનાની વીંટીઓ છે, જેનું વજન 45 ગ્રામ અને કિંમત 1.13 લાખ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ સોગંદનામામાં પોતાની સંપત્તિની સંપૂર્ણ જાણકારી સાર્વજનિક કરી છે, જે ઉમેદવારીપત્ર ભરવા સમયે અનિવાર્ય છે. પીએમ મોદીની પાસે ગાંધીનગર સેક્ટર-1માં 3,531 વર્ગ ફૂટ લાંબો પ્લૉટ છે. આવકનાં સ્ત્રોતમાં પીએમ મોદીએ ‘સરકારી સેલેરી’ અને ‘બેંક વ્યાજ’નો ઉલ્લેખ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પીએમ મોદીએ ભર્યું ઉમેદવારી પત્ર, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-modi-filled-nominations-for-loksabha-election-2019/
via Best Gujarati News