વડાપ્રધાન મોદીએ ગઈ કાલે વારાણસીમાં 7 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો કર્યો હતો. જેમાં રીતસરનો જનસૈલાબ ઉમટ્યો હતો. મોદીના આ રોડ શોમાં લાખો લોકો ઉમટી પડ્યાં હતા. ગાડીનાં રૂફ ટોપ પર વડાપ્રધાન મોદી બેઠા હતા. જ્યારે તેમની પાછળ તેમનાં બે એસપીજીનાં કમાન્ડો બેઠા હતા. વડાપ્રધાન આ રીતે જ્યારે પણ ખુલ્લામાં રોડ શો કરતા હોય ત્યારે એસપીજીનાં કમાન્ડોની જવાબદારી વધી જતી હોય છે. ખાસ કરીને તેવા સમયે જ્યારે લાખો લોકો રસ્તા પર હોય અને નેતા ખુલ્લી ગાડીમાં બેસીને રોડ શો કરતા હોય.

વડાપ્રધાન મોદીના એસપીજી બોડીગાર્ડ આમ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. જ્યારે પણ વડાપ્રધાનનો કાફલો ક્યાંય પહોંચે ત્યારે બ્લેક ગોગલ્સ અને હાથમાં બેગ અને હથિયારો સાથે ખુબ જ ચપળતાથી વડાપ્રધાન મોદીની સાથે રહેતા તેમના બોડીગાર્ડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. જો કે આ રોડ શોમાં આ બોડીગાર્ડસે હાથમાં પહેરેલ એક વસ્તું લોકોને ઉડીને આંખે વળગી હતી.

હાથમાં હેન્ડપંચ બેગ જેવી પહેરેલી તે વસ્તું બુલેટપ્રુફ ગાર્ડ હતા. બુલેટ ગાર્ડ જ્યારે એક એસપીજી કમાન્ડોનાં હાથમાં હોય ત્યારે તે નેતાનું અભેદ્ય કવચ બની જાય છે. રોડ શો દરમિયાન કોઇ પણ નેતાએ બુલેટપ્રુફ જેકેટ પહેરાવવું શક્ય હોતું નથી કારણ કે તેના કારણે ખોટો મેસેજ જાય છે. ઉપરાંત તે યોગ્ય પણ નથી લાગતું. જેથી એસપીજી કમાન્ડો આ પ્રકારનાં બુલેટપ્રુફ ગાર્ડ હાથમાં પહેરે છે.

આ પહેરવા પાછળનું કારણ છે કે અચાનક જો કોઇ ગોળી આવે તો નેતાનાં માથા આડે તે ગાર્ડ ધરી શકાય અને તેને ઝડપથી ગાડીની અંદર બેસાડી શકાય. આ ઉપરાંત આ ગાર્ડ નેતાને તમામ પ્રકારે ગાર્ડ કરે છે. ગોળી ઉપરાંત જુતુ હોય તો પણ આ હેન્ડપંચ નેતાને બચાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વારાણસીમાં PM મોદીના કમાન્ડોએ હાથમાં પહેરેલ વસ્તુ હતી ખાસ? જાણી ચોંકી જશો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-spg-commando-spacial-handpunch/
via Best Gujarati News