દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની મારૂતિ સુઝુકીએ મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે તે ડીઝલ કારનું ઉત્પાદન 1 એપ્રિલ, 2020 થી બંધ કરશે. કંપનીએ તાજેતરમાં બીએસ -6 સુસંગતતા એન્જિન સાથે બલેનો અને અલ્ટોને લોન્ચ કરી છે. હવે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તે તેની લાઇન-અપમાંથી ડીઝલ એન્જિનને દૂર કરી રહી છે. જો કે, કંપનીએ એમ પણ કહ્યું છે કે સારી માગ હોય તો ડીઝલ એન્જિન ફરીથી રજૂ કરી શકાય છે.

મારૂતિએ ગુરુવારે મોટી જાહેરાત કરી છે. મારૂતિનું કહેવું છે કે તે આવતા વર્ષે ડીઝલ કારોનું ઉત્પાદન બંધ કરી દે છે. આવતા વર્ષથી નવા બીએસ-6 સ્ટેન્ડર્ડ લાગુ થવાના છે. પરંતુ તે પહેલા જ મારૂતિ ડીઝલ કારોનું ઉત્પાદન બંઘ કરી દે છે.

મારૂતિ સુઝુકીએ ગુરૂવારે 2018-19ની ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે, તે આવતા વર્ષે 01 એપ્રિલ 2020થી ડીઝલ કારોનું ઉત્પાદન બંધ કરી દે છે. મારૂતિના ચેરપર્સન આરસી ભાર્ગવે જણાવ્યું કે તે 1500 સીસીથી નીચેની કારોમાં ડીઝલ એન્જીન નહી આપે. તેમણે કહ્યું કે 1500 સીસી એન્જીનથી નીચેની કારોમાં ડીઝલ એન્જીનનું કોઈ ભવિષ્ય નથી.

જો કે ભાર્ગવે એ વાત જરૂર કરી કે જો આ સેગમેન્ટમાં માંગ ચાલુ રહેશે તો મારૂતિ ડીઝલ એન્જીનનું ઉત્પાદન ચાલુ રાખશે. મારૂતિ દર વર્ષે 450,000 ડીઝલ કારો વેચે છે, જે તેના વાર્ષીક વેચાણનું 30 ટકા છે. માનવામાં આવી રહ્યું છે કે મારૂતિ ડીઝલ કારની જગ્યાએ પેટ્રોલ અને સીએનજી કાર ઉપર ધ્યાન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ કાર્સનું વેચાણ બંધ કરશે Maruti Suzuki, જાણો શું છે કારણ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/big-announcement-no-more-maruti-suzuki-diesel-cars/
via Best Gujarati News