ચૂંટણી તો હું ગઈ કાલે જ જીતી ગયો હતો, હવે તો રેકોર્ડ બનાવવાનો છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા બુથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતાં. અહી તેમણે કહ્યું હતું કે, તેઓ બધા જ નરેન્દ્ર મોદી છે અને પોત-પોતાન બૂથના વડાપ્રધાન ઉમેદવાર છે. તેમણે આ દરમિયાન બૂથ કાર્યકર્તાઓને વિક્રમી મતદાનનો સંકલ્પ લેવા પણ કહ્યું હતું.
સાથે જ તેમણે કહ્યું હતું કે, હું ચૂંટણી તો ગઈ કાલે જ જીતી ગયો, હવે તો પોલિંગ બુથ જીતવાના છે. આ દરમિયાન વડાપ્રધાને વિરોધ પક્ષો સાથે મિત્રતા અને ભાઈચારો બનાવીએ રાખવાની અને ખર્ચ વગર ચૂંટણી લડવાની ટિપ્સ પણ આપી હતી.
PM Modi to BJP workers at their meet in Varanasi: Kis party se kaun umeedwar hai, kripa karke yeh charcha mat karen, har umeedwar sammaniye hai, woh bhi loktantra ko mazboot banane ke liye maidan mein aya hai, woh humara dushman nahi hai. pic.twitter.com/GvirdM34tD
— ANI UP (@ANINewsUP) April 26, 2019
ગઈ કાલે રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાન મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા બૂથ કાર્યકરોને સંબોધ્યા હતાં. પીએમ મોદીએ કહ્યું કે, દેશના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું. હું પણ બૂથ કાર્યકર રહી ચુક્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટર ચિપકાવવાની તક મળી હતી. હું ગંદામાં ગંદા કચરામાંથી ખાતર બનાવું છું અને તેનાથી જ કમળ ખિલવું છું.
તેમણે કહ્યું કે ગઈ કાલે જે દ્રશ્ય હું જોઈ રહ્યો હતો તેમાં મને તમારા પરિશ્રમ અને પરસેવાની મહેંક આવી રહી હતી. દેશભરના કાર્યકરોની મહેનત છે કે આજે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કાશી ઘાટથી પોરબંદર સુધી ઉત્સાહનો માહોલ છે. આપણા દેશમાં આટલી ચૂંટણી થઈ પરંતુ આ ચૂંટણી બાદ પોલિટિકલ પંડિતોએ ભારે મહેનત કરવી પડશે. કારણ કે આઝાદી બાદ પહેલીવાર પ્રો ઈન્કમ્બન્સી લહેર જોવા મળી રહી છે.
PM Modi in #Varanasi: Modi sabse zyada vote se jeet ya na jeet, ye record ka mudda hai hi nahi. Duniya puchagi nahi, arey tum toh Pradhan Mantri ho tum jeetke aaye ho usmein kya hai, woh bematlab hai aur mujhe bhi interest nahi hai. Mujhe interest hai loktantra jeetna chahiye. pic.twitter.com/9DcQFD29Cr
— ANI UP (@ANINewsUP) April 26, 2019
તેમણે કહ્યું કે, દેશના લોકો જ કહી રહ્યાં છે કે ફરી એકવાર મોદી સરકાર. આ વખતે જનતા ચૂંટણી લડી રહી છે. જનતા 5 વર્ષના અનુભવના આધારે અનેક આશા, આકાંક્ષા લઈને આપણી સાથે જોડાઈ ગઈ છે. જનતાએ સમગ્ર દેશનું રાજનીતિક ચરિત્ર બદલી નાખ્યું છે. બૂથ કાર્યકરોને પ્રોત્સાહિત કરતા તેમણે એમ પણ કહ્યું કે એક કામ જે હું ન કરી શક્યો તે તમે કરી શકો તેમ છે.
પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે ચૂંટણીમાં આપણે કેટલાક રેકોર્ડ પણ તોડવાના છે. હું ઈચ્છું છું કે લોકતંત્ર જીતવું જોઈએ. અત્યાર સુધી બનારસ, ઉત્તર પ્રદેશમાં જેટલું પણ પોલિંગ થયું છે તેનાથી વધુ વોટિંગ થાય તે રેકોર્ડ તોડવાનો છે. દુનિયાને બતાવવાનું છે કે મતદાનના તમામ રેકોર્ડ આપણે તોડી નાખીશું. મારી એક ઈચ્છા છે જે ગુજરાતમાં પણ હું પૂરી કરી શક્યો નહીં. શું બનારસવાળા તે ઈચ્છા પૂરી કરશે? હું ઈચ્છું છું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મતદાન 5ટકા વધુ થવું જોઈએ.
PM Modi addresses BJP workers meet at #Varanasi: Main bhi booth ka karyakarta raha hun, mujhe hi diwaron par poster lagane ka saubhagya mila. Aaj iss manch ke madhyam se mein aapko aur desh ke sabhi nagarikon ko sabhi karyakartaon ka aabhaar vyakt karta hun pic.twitter.com/AqyVWmZzo8
— ANI UP (@ANINewsUP) April 26, 2019
પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડવા પર કહ્યું હતું કે, સરકાર બનાવવી એ જનતાનું કામ છે અને સરકાર ચલાવવી એ અમારી જવાબદારી છે. આ જવાબદારી મેં પૂરી પ્રમાણિકતાથી નિભાવી છે. તમને એક કાર્યકર્તા તરીકે હું હિસાબ આપું છું. કાર્યકર તરીકે પાર્ટીએ 5 વર્ષમાં મારી પાસે જેટલો સમય માંગ્યો, જ્યારે માંગ્યો મેં એકવાર પણ ના નથી પાડી.
પીએમ મોદી પણ પોતાની ઉમેદવારી નોંધાવતા અગાઉ કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમના નામાંકનમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત ભાજપ શાસિત છ રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. પીએમ મોદી ઉમેદવારી પત્ર સોંપશે તે અવસરે અન્નામુદ્રક, અપના દળ તથા ઉત્તર પૂર્વ લોકતાંત્રિક ગઠબંધનના નેતાઓ પણ હાજર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચૂંટણી તો હું ગઈ કાલે જ જીતી ગયો હતો, હવે તો રેકોર્ડ બનાવવાનો છે : PM મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/varanasi-to-break-polling-record-pm-narendra-modi/
via Best Gujarati News
0 Comments