કાશ્મીર માટે ઉમર અબ્દુલ્લાએ માંગ્યા અલગ PM, ગંભીરે આપ્યો ઊંઘ ઊડાડી દે તેવો જવાબ
નેશનલ કૉન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ એક રેલી દરમિયાન જમ્મુ-કાશ્મીર માટે અલગ પીએમ બનાવવાની વાત કરી. જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનાં આ નિવેદનો પર તાજેતરમાં જ બીજેપીમાં સામેલ થયેલા ગૌતમ ગંભીરે નિશાન સાધ્યું છે, ત્યારબાદ ટ્વિટર પર બંને વચ્ચે વાગ્યુદ્ધ જામ્યું છે. ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે ઉમર અબ્દુલ્લાને શીખામણ આપતા પાકિસ્તાન જતા રહેવાનું કહ્યું છે. આના જવાબમાં ઉમર અબ્દુલ્લાએ ગંભીરને ફક્ત ક્રિકેટ રમવાની વાત કરી છે.
ગૌતમ ગંભીરે ટ્વિટર પર પ્રહાર કરતા લખ્યું કે, ‘ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર માટે અલગ પીએમ માંગે છે અને હું મહાસાગર પર ચાલવા ઇચ્છુ છું.’ ગૌતમ ગંભીરે લખ્યું કે, ‘ઉમરને અલગ પ્રધાનમંત્રી સાથે એક કડક કૉફીની જરૂર છે. જો તે તેમ છતા પણ નથી સમજી શક્યા તો તેમને એક લીલા પાકિસ્તાની પાસપૉર્ટની જરૂર છે.’ ગંભીરે ટ્વિટમાં લખ્યું કે, ‘ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર માટે નવા પીએમ ઇચ્છે છે અને હું ઇચ્છુ છું કે ભૂંડ ઉડવા લાગે.’
@OmarAbdullah wants a separate PM for J&K & I want to walk on oceans! @OmarAbdullah wants a separate PM for J&K & I want pigs to fly! More than a separate PM @OmarAbdullah needs some sleep followed by a strong coffee! If he still doesn’t understand then a green Pakistani passport
— Gautam Gambhir (@GautamGambhir) April 2, 2019
તો ઉમર અબ્દુલ્લાએ ગંભીરનાં ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, ‘મે ક્યારેય વધારે ક્રિકેટ નથી રમી, કેમકે મને ખબર હતી કે આ મામલે હું વધારે સારો નથી. તમે પણ આ ચીજો પર ધ્યાન આપો જેના વિશે તમે જાણો છો. આઇપીએલ વિશે ટ્વિટ કરો. તમે જમ્મુ-કાશ્મીર વિશે વધારે નથી જાણતા. રાજ્યનાં ઇતિહાસ અને ઇતિહાસને આકાર આપવામાં નેશનલ કૉન્ફરન્સની ભૂમિકા વિશે નથી જાણતા.’
Gautam,I never played much cricket because I knew I wasn’t very good at it. You don’t know very much about J&K,it’s history or the role of @jknc_ in shaping that history yet you insist on displaying that ignorance for all to see. Stick to stuff you know about, tweet about the IPL https://t.co/2ZSHJclWkt
— Omar Abdullah (@OmarAbdullah) April 2, 2019
આનો જવાબ આપતા ગંભીરે ફરી ટ્વિટ કર્યું કે, ‘તમે તમારી ક્રિકેટની ક્ષમતાને લઇને વધારે ના વિચારો. જો તમે જાણતા હોવ તો કાશ્મીરીઓ અને આપણા દેશની સેવા માટે સરકાર નિ:સ્વાર્થ કામ કરી રહી છે. જો કે ઇતિહાસ હંમેશા એક જેવો હોય છે, પરંતુ લોકોનાં દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે.’ ગંભીરે ઓમર અબ્દુલ્લાને તેમના ચશ્મા સાફ કરવાની સલાહ આપી છે.
Never mind your lack of cricketing prowess but Kashmiris and our country would have been well served if you knew a thing or two about selfless governance. By the way history is always consistent but perspectives are subjective. Better clean ur reading glasses.
— Gautam Gambhir (@GautamGambhir) April 2, 2019
ઉલ્લેખનીય છે કે ઉમર અબ્દુલ્લાએ બાંદીપોરામાં એક રેલીને સંબોધતા કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરની ઓળખને નષ્ટ કરવા માટે મોટી મોટી તાકાતો આવી. અન્ય સત્તાઓ પણ શરત વગર દેશમાં મળી, પરંતુ અમે કહ્યું કે અમારી પોતાની ઓળખ હશે. અમારું પોતાનું સંવિધાન હશે. અમે તે વખતે પોતાના સદર-એ-રિયાસત અને વઝીર-એ-આઝમ પણ રાખ્યા હતા, ઇંશાઅલ્લાહ તેને પણ અમે પરત લઇ આવશું.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કાશ્મીર માટે ઉમર અબ્દુલ્લાએ માંગ્યા અલગ PM, ગંભીરે આપ્યો ઊંઘ ઊડાડી દે તેવો જવાબ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/gautam-gambhir-attack-on-omar-abdullah/
via Best Gujarati News
0 Comments