હાર્દિક-રાહુલ પર BCCI લોકપાલ સખ્ત, કોઇપણ કિંમતે આ તારીખે કૉર્ટમાં હાજર રહેવા આદેશ
ભારતીય ટીમનાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને સુપ્રીમ કૉર્ટ દ્વારા રચવામાં આવેલા BCCIનાં લોકપાલ ડીકે જૈને સોમવારનાં રોજ પોતાનો પક્ષ રાખવા માટે નોટિસ મોકલી છે. હવે આ સુનાવણીની તારીખોની જાહેરાત થઇ છે. બંને ખેલાડીઓ અત્યારે IPLમાં વ્યસ્ત છે. આ કારણે બંનેને ધ્યાનમાં રાખીને તારીખ નક્કી કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાની સુનાવણી મુંબઈ કૉંર્ટમાં 9 એપ્રિલનાં રોજ થશે, તો કેએલ રાહુલને 10 એપ્રિલનાં રોજ સુનાવણી માટે હાજર થવું પડશે.
ઉલ્લેખનીય છે કે ‘કૉફી વિથ કરણ’માં મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરનારા આ બંને ક્રિકેટર્સને પહેલા COAએ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કર્યા હતા. જો કે ત્યારબાદ આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. નવનિયુક્ત લોકપાલ ડી.કે. જૈને ખુદ પંડ્યા અને રાહુલને નોટિસ મોકલ્યા વિશે જાણકારી આપી હતી. જૈને કહ્યું કે, “આ નોટિસ પંડ્યા અને રાહુલને પોતાનો પક્ષ રાખવા માટે આપવામાં આવી છે.” એ વાત પણ પહેલાથી સ્પષ્ટ હતી કે બંને ખેલાડીને 11 એપ્રિલનાં રોજ મેચ પહેલા લોકપાલ સામે હાજર થવું પડી શકે છે.
આ મામલે તપાસ જલ્દી પૂર્ણ થવા માટે બંને ખેલાડીઓનો પક્ષ રાખવો જરૂરી છે. જૈને વધુમાં જણાવ્યું કે, “મારા માટે બંને ખેલાડીઓનો પક્ષ જાણવો જરૂરી છે. હવે આ તે બંને પર છે કે તેઓ ક્યારે સામે આવીને પોતાની વાત જણાવે છે.” જાન્યુઆરીનાં શરૂઆતનાં અઠવાડિયામાં ‘કૉફી વિથ કરણ’નો આ વિવાદિત એપિસૉડ ટેલીકાસ્ટ થયો હતો. વિવાદ વધ્યા બાદ BCCIએ બંને ખેલાડીઓને ઑસ્ટ્રેલિયા પ્રવાસથી પરત બોલાવી લીધા હતા, પરંતુ ત્યારબાદ BCCIએ બંને ખેલાડીઓને રમવાની પરવાનગી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post હાર્દિક-રાહુલ પર BCCI લોકપાલ સખ્ત, કોઇપણ કિંમતે આ તારીખે કૉર્ટમાં હાજર રહેવા આદેશ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/bcci-lokpal-order-to-pandya-and-rahul-to-be-present-in-court/
via Best Gujarati News
0 Comments