જયપુરમાં રમાયેલી આઈપીએલની આજની મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય થયો છે. આ સીઝનમાં વિરાટ કોહલીની ટીમની આ સતત ચોથી હાર છે, જ્યારે રાજસ્થાનની ટીમને પહેલો વિજય ચાખવા મળ્યો છે. રાજસ્થાને પહેલા બૉલિંગ કરતા બેંગલોરને 4 વિકેટે 158 રન સુધી સીમિત રાખ્યું હતુ. રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે 4 ઑવરમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે 1 ઑવર મેડન નીકાળી હતી અને ફક્ત 12 રન જ આપ્યા હતા. જ્યારે જોફરા આર્ચરને એક સફળતા મળી  હતી.

બેંગલોર તરફથી પાર્થિવ પટેલે સૌથી વધુ 67 અને માર્ક સ્ટોઇનિસે અણનમ 31 રન બનાવ્યા હતા. 159 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે આ લક્ષ્યાંક 19.4 ઑવરમાં 3 વિકેટે પુરો કર્યો હતો. રાજસ્થાન તરફથી બટલરે 59, સ્મિથ 38 અને રાહુલ ત્રિપાઠીએ 34 રન ફટકાર્યા હતા. બેંગલોર તરફથી ચહલે 2 અને સિરાજે 1 વિકેટ ઝડપી હતી.

જોકે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને કેપ્ટન વિરાટ કોહલીના રૂપમાં જોરદાર ઝાડકો લાગ્યો હતો. 7.4 ઓવરમાં 1 વિકેટે 66 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 23 રન બનાવી ગોપાલની ઓવરમાં બોલ્ડ થયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ યૂએઈમાં પાકિસ્તાન સામે શ્રેણી જીત્યા પછી હવે બેંગલોરની ટીમ સાથે જોડાઈ ગયા છે. તેની પ્લેઈંગ ઇલેવનમાં તક આપવામાં આવી છે.

બંને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ – અજિંક્ય રહાણે, સ્ટિવન સ્મિથ, રાજોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, વરુણ એરોન, હુલ ત્રિપાઠી, જોશ બટલર, બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બિન્ની, કે ગૌતમ, ધવલ કુલકર્ણી,

રોયલ ચેલેન્જર્સ બેંગલોર – પાર્થિવ પટેલ, હેટમાયર, વિરાટ કોહલી, ડી વિલિયર્સ, નવદીપ સૈની, મોઈન અલી, માર્કોસ સ્ટોઇનિસ, ઉમેશ યાદવ, અક્ષદીપ નાથ, મોહમ્મદ સિરાજ, ચહલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રાજસ્થાને બેંગલોરને 7 વિકેટે હરાવી મેળવી પહેલી જીત, RCBની સતત ચોથી હાર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rr-vs-rcb-at-jaipur-gopal-picks-three-rcb-in-trouble/
via Best Gujarati News