બેયરસ્ટોએ કંઇક એવી રીતે જોઇ આ મહિલાને કે લોકોને આવી ગઇ ધોની-સાક્ષીની યાદ
હૈદરાબાદની ટીમ પહેલી હાર બાદ ઉભરતા જોરદાર પુનરાગમન કરી ચુકી છે. તેણે ગત મુકાબલામાં રાજસ્થાન અને બેંગલોરને દમદાર રીતે હરાવ્યું છે. હૈદરાબાદની આ જીતમાં સૌથી મોટુ યોગદાન તેમના ઑપનર વૉર્નર અને બેયરસ્ટોનું છે. બંનેએ દરેક મેચમાં શતકીય ભાગેદારી કરી, એટલુ જ નહીં બેંગલોર સામે થયેલી મેચમાં બંનેએ મળીને પહેલી વિકેટ માટે રેકૉર્ડ 185 રનની ભાગેદારી કરી.
અત્યારે હૈદરાબાદની ટીમ દિલ્હી સામે મેચ રમવા દિલ્હી પહોંચી ગઇ છે. દિલ્હી પહોંચતા જ ટીમનાં કેલાડી જૉની બેયરસ્ટોની ટ્વિટર પર ચર્ચા થઇ રહી છે. જો કે આ ચર્ચામાં તેની બેટિંગ નહીં, પરંતુ તેની એક તસવીર છે. વાત એમ છે કે હૈદરાબાદની ટીમ દિલ્હી પહોંચી તો પારંપારિક રીતે નારંગી રંગની શાલ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન એક તસવીર જેમાં બેયરસ્ટોને હૉટલની મહિલા સ્ટાફ શાલ પહેરાવી રહી છે, તેને ટીમની ફ્રેંચાઇઝીએ ટ્વિટર પર પૉસ્ટ કરી છે.
#OrangeArmy is best in all aspects!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/pvnMCE8THT— Saalam (@mdsalam962) April 2, 2019
@jbairstow21 @IPL#SRH #OrangeArmy
Any comments on this ? pic.twitter.com/84WSL8KvTE— Seshendra Siva (@SeshendraSiva) April 2, 2019
તસવીરમાં જે રીતે બયરસ્ટો અને મહિલા સ્ટાફ એકબીજાને જોઇ રહ્યા છે, તે ચર્ચાનો વિષય છે. તસવીરને જોઇને લોકો ‘એમએસ ધોની’ ફિલ્મનાં એ સીનને યાદ કરી રહ્યા છે જેમાં ધોનીની મુલાકાત ઇન્ટર્ન સાક્ષી સાથે હોટલમાં થાય છે અને પછી બંનેમાં પ્રેમ થાય છે. ભલે અત્યારે બયરસ્ટોનું ધ્યાન ક્રિકેટમાં હોય, પરંતુ ટ્વિટર પર લોકોએ તેમનાં લગ્નનાં સપના જોઇ લીધા છે. જો કે ફ્રેંચાઇઝીએ આ તસવીર હટાવી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post બેયરસ્ટોએ કંઇક એવી રીતે જોઇ આ મહિલાને કે લોકોને આવી ગઇ ધોની-સાક્ષીની યાદ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/people-recalled-dhoni-sakshi-moment-after-seeing-this-pic/
via Best Gujarati News
0 Comments