દેશની સૌથી ચર્ચિત યુપીની વારાણસી લોકસભા સીટ પરથી ભલે પીએમ નરેન્દ્ર મોદીનું જીતવું લગભગ નક્કી છે, પરંતુ અહીંનો ચૂંટણી માહોલ ચોક્કસ દિલચસ્પ છે. તેનું કારણ એ છે કે આ સીટ પર કોઇ પીએમ મોદીના વિરોધમાં ઉતર્યું છે તો કોઇ સરકારની નીતિઓની વિરૂદ્ધ સંદેશ આપી રહ્યાં છે. અહીં પીએમ મોદીની મુકાબલામાં પૂર્વ જવાન, 111 ખેડૂત અને એક પૂર્વ જજ પણ મેદાનમાં છે. 2014ના વર્ષની ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે આ સીટ પર અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડ્યા હતા ત્યારે ખાસી ચર્ચા હતી, પરંતુ હવે કેટલાંક અનોખા ઉમેદવારોએ અહીં રોચકતા વધારી દીધી છે. પીએમ મોદીને ટક્કર આપવા માટે તામિલનાડુના ખેડૂતોથી લઇ નોકરીમાંથી કાઢી મૂકનાર બીએસએફ કોન્સ્ટેબલ સુધી છે.

ભ્રષ્ટાચારની વિરૂદ્ધ પૂર્વ જજ કર્ણનની લડાઇ
કોલકત્તા હાઇકોર્ટના રિટાયર્ડ જજ ચિન્નાસ્વામી સ્વામીનાથન કર્ણન પણ આ ફેહરિસ્તમાં સામેલ છે. કર્ણન પહેલાં એવા જજ છે, જેને સુપ્રીમ કોર્ટે અવમાનના દોષિત ગણાવ્યા. તેમણે 2017માં 6 મહિના માટે જેલ પણ જવું પડ્યું હતું. હવે તેઓ ભ્રષ્ટાચારની વિરૂદ્ધ લડાઇ લડવા માંગે છે. તેમણે 2018માં એન્ટી-કરપ્શન ડાયનેમેકિ પાર્ટી બનાવી હતી. 63 વર્ષના પૂર્વ જજે સેન્ટ્રલ ચેન્નાઇથી ઉમેદવારી પત્ર ભર્યું છે અને વારાણસી તેમની બીજી સીટ છે.

જવાનોની સમસ્યાઓ પર રોશની પાડશે તેજ બહાદુર
ગયા વર્ષે એક બીજા નામની ચર્ચામાં રહ્યા હતા. બીએસએફ કોન્સ્ટેબલ તેજ બહાદુર યાદવનું. યાદવે જવાનોને આપવામાં આવતા ખરાબ ક્વોલિટીના જમવાની આલોચના કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધી હતી જે ખૂબ જ વાયરલ થઇ હતી. જો કે કોર્ટ ઓફ ઇન્કવાયરી બાદ તેમના આરોપોને ખોટા ગણાવ્યા હતા અને યાદવને નોકરીમાંથી કાઢી મૂકયા હતા. તેઓ વારાણસીથી નિર્દલીય ચૂંટણી લડશે. તેઓ કહે છે કે તેમને વારાણસી સીટ એટલા માટે પસંદ કરી કારણ કે આ એક હાઇ પ્રોફાઇલ સીટ છે અને ભલે તેઓ હારી જાય. ત્યાં જવાનોના મુદ્દા પર રોશની નાંખવા માંગે છે અને લોકોની વચ્ચે સંદેશ પહોંચાડવા માંગે છે.

દિલ્હી બાદ વારાણસીથી અવાજ ઉઠાવશે તામિલનાડુના ખેડૂત
પીએમ મોદીની વિરૂદ્ધ ઉતરનાર ઉમેદવારોમાં તામિલનાડુના 111 ખેડૂત પણ સામેલ છે. 2017મા રાજધાની દિલ્હીમાં આ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 111 ખેડૂતોના આ ગ્રૂપનું નેતૃત્વણ પી.અય્યકન્નૂ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2017મા આ ખેડૂતો એ દિલ્હીના જંતર-મંતર પર કેટલાંય દિવસ સુધી અલગ-અલગ રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો જેથી તેમની સમસ્યાઓની તરફ સરકારનું ધ્યાન આવે.

દલિત આંદોલનનો ચહેરો – ચંદ્રશેખર આઝાદ
પીએમની વિરૂદ્ધ ઉતરેલા સૌથી ચર્ચિત ઉમેદવાર કદાચ ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ છે. તેમણે 30મી માર્ચના રોજ રોડ શોમાં ‘મોદીની હારનું કાઉન્ટડાઉન’ સુદ્ધા શરૂ કરી દીધું હતું. પોતાના આકરા ભાષાણોથી તેઓ દલિત યુવાનોની વચ્ચે ચર્ચિત છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ખુદ તેમને હોસ્પિટલ જઇને તેમને મળ્યા બાદથી ચર્ચામાં આવી ગયા છે.

ફ્લોરોસિસ પીડિત અને ગંગાની તરફ ધ્યાન
આ સિવાય નાલગોંડા (તેલંગાણા) અને પ્રકાસમ (આંધ્રપ્રદેશ)માં ફ્લોરોસિસથી પીડિત લોકો એક્ટિવિસ્ટ વડ્ડા શ્રીનિવાસ અને જલગમ સુધીરના નેતૃત્વમાં ચૂંટણી લડવા પહોંચ્યા છે. આ બંને રાજ્યોમાં ફ્લોરોસિસ એક મોટો મુદ્દો છે અને આ લોકોનો હેતુ આ મુદ્દાની તરફ લોકોનું ધ્યાન ખેંચવાનું છે.

આ બધા સિવાય બનારસ હિન્દી યુનિવર્સિટીના પ્રોફેસર અને સંકટ મોચન મંદિરના મહંત વિશ્વંબર નાથ મિશ્રા પણ મેદાનમાં છે. મિશ્રા ગંગાની સફાઇને લઇ અભિયાન ચલાવી રહ્યાં છે. સ્થાનિક રિપોર્ટ્સના મતે કોંગ્રેસની ટિકિટ પર તેમણે લડાવી શકાય છે. જો કે તેને લઇ કોઇ પુષ્ટિ કરાઇ નથી.

આ Video પણ જુઓ : મેનકા ગાંધીનો પ્રચાર અભિયાન શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વારાણસીમાં PM મોદીની સામે પૂર્વ સૈનિકથી માંડી જજ સુધીના આ ઉમેદવારો મેદાનમાં appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/interesting-candidates-in-varansi-for-lok-sabha-election-2019/
via Best Gujarati News