7-8 દિવસ સુધી ગંધાતો પતિ ન્હાતો જ નહોતો, પત્નીએ કોર્ટમાં છૂટાછેડા માટે કરી અરજી
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પતિ સાત-આઠ દિવસ સુધી ન્હાતો નથી અને શેવિંગ ના કરવાથી પરેશાન એક મહિલાના પરિવારે કોર્ટના દરવાજા ખખડાવ્યા અને છૂટાછેડાની માંગણી કરી છે. 25 વર્ષનો યુવક અને 23 વર્ષની મહિલાના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. ભોપાલ ફેમિલી કોર્ટના કાઉન્સિલરે શૈલ અવસ્થીને શુક્રવારના રોજ આ અંગે માહિતી આપતા કહ્યું કે દંપત્તિએ પરસ્પર સહમતિથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટના જજ આર.એન.ચંદ એ તાજેતરમાં જ આ દંપત્તિને નિર્દેશ આપ્યો કે જો તેમણે છૂટાછેડા જોઇતા હોય તો આવતા છ મહિના સુધી બંને એ અલગ-અલગ રહેવું પડશે.
જજ શૈલ અવસ્થીએ કહ્યું કે મહિલાનું કહેવું છે કે સતત ન્હાતા નથી તેના લીધે પતિના શરીરમાંથી ખૂબ ગંધ આવે છે અને જો ન્હાવા માટે કહીએ તો તેઓ શરીર અને કપડાં અત્તર એટલે કે સ્પ્રે છાંટવાની કોશિષ કરે છે. શૈલ એ કહ્યું કે આ એક મહિના પહેલાનો જૂનો કેસ છે. આ કેસમાં હિન્દુ વિવાહ અધિનિયમ 13બી પારસ્પરિક સહમતિથી લગ્ન વિચ્છેદની અંતર્ગત ફેમિલી કોર્ટમાં કેસ ફાઇલ કર્યો છે અને છ મહિના બાદ આ દંપત્તિના વિધિવત છૂટાછેડા થશે.
પત્નીએ પૈસા ના બચાવાને લઇ આપત્તિ વ્યક્ત કરી
તેમણે કહ્યું કે આ દંપત્તિના લગ્ન એક વર્ષ પહેલાં થયા છે. આ ઇંટરકાસ્ટ અને અરેન્જ મેરેજ હતા. છોકરો સિંધી સમાજનો અને છોકરી બ્રાહ્મણ સમાજની છે. તેમને બાળક નથી. છોકરો બેરાગઢમાં દુકાન ચલાવે છે. તેમણે કહ્યું કે મહિલાનું કહેવું છે કે લગ્ન બાદ તેને સિંધી પરિવારમાં કોઇપણ પ્રકારના ખાવા-પીવામાં રહેણી-કહેણીમાં પોતાને ઢાળવાની કોશિષ કરી, પરંતુ આ પરિવારમાં તે પોતાને ઢાળી શકી નહીં. શૈલ એ કહ્યું કે આ છોકરીનો આરોપ હતો કે તેના પતિના ઘરમાં સામાન સુવ્યવસ્થિત રીતે રાખવાની જગ્યા એ વેર-વિખેર રહે છે. મહિલાને તેના પર પણ આપત્તિ છે. તેનો પતિ ભવિષ્ય માટે પૈસા બચાવી રહ્યો નથી.
આ Video પણ જુઓ: અલ્પેશ ઠાકોરને લઈ ઓમ માથુરનું નિવેદન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 7-8 દિવસ સુધી ગંધાતો પતિ ન્હાતો જ નહોતો, પત્નીએ કોર્ટમાં છૂટાછેડા માટે કરી અરજી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/woman-files-for-divorce-as-husband-shuns-bathing-at-bhopal-in-madhya-pradesh/
via Best Gujarati News
0 Comments