News@12 PM: PM મોદી ગુજરાતમાં, રાહુલ-પ્રિયંકાના કાર્યક્રમમાં થયો ફેરફાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે 17 એપ્રિલે પાટણમાં અને 20 એપ્રિલે હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધશે.લોકસભા ચૂંટણી પ્રચારને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. પ્રિયંકા ગાંધીના કાર્યક્રમમાં પણ ફેરફાર થાય તેવો વર્તારો છે.ગીરસોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પાછલી લોકસભા ચૂંટણીમાં માયાવતી ભલે એક પણ સીટ પર જીત નોંધાવી ના હોય, પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીમાં સપા-બસપા-આરએલડી ગઠબંધનનો તેઓ મુખ્ય ચહેરો બનીને ઉભરી રહ્યાં છે.સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્થળને અડીને આવેલ અવિવાદિત જમીન પર હાજર નવ પ્રાચીન મંદિરોમાં પૂજાપાઠની માંગણી કરનાર એક અરજીને શુક્રવારના રોજ નકારી દીધી છે.ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસે દક્ષિણ સુદાનમાં શાંતિ માટે સુદાનના પ્રમુખ અને વિરોધપક્ષના નેતાના ચરણે ચુંબન કરી દીધું. સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાતને ધમરોળવાનો PM મોદીનો કાર્યક્રમ જાહેર, જાણો કંઇ તારીખે ક્યા ગજવશે સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે 17 એપ્રિલે પાટણમાં અને 20 એપ્રિલે હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધશે. આગામી સપ્તાહના બુધવારે તેઓ મધ્ય ગુજરાતમાં આણંદ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં પણ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ચૂંટણી પ્રચાર કરશે.
વધુ વાંચવા કરો ક્લિક-2: રાહુલ-પ્રિયંકા ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ધરખમ ફેરફાર, જાણો હવે પછીનો શું હશે શિડ્યુલ?
લોકસભા ચૂંટણી પ્રચારને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. પ્રિયંકા ગાંધીના કાર્યક્રમમાં પણ ફેરફાર થાય તેવો વર્તારો છે. રાહુલ ગાંધી હવે 15મી ઉપરાંત 19મીને બદલે 18મીએ સૌરાષ્ટ્ર (કેશોદ અથવા પોરબંદર)માં સભા ગજવશે.
વધુ વાંચવા કરો ક્લિક-3: ગીરસોમનાથ અને તલાલામાં મધ્યરાત્રિએ ધરા ધ્રુજી, ઉંઘમાંથી સફાળા જાગી લોકો ભાગ્યા
હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેની વચ્ચે ગઇકાલે મોડી રાત્રે (શુક્રવારે) ગીરસોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય તાલાલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપ હળવા આંચકા અનુભવાયા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. ભૂકંપના આંચકા મધ્યરાત્રિના અનુભવાયા હોવાના કારણે લોકો પોતાના ઘરમાં ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા
વધુ વાંચવા કરો ક્લિક-4: માયાવતીનો ‘ફફડાટ’, મંચ પર ચઢે તે પહેલાં જ અજીત સિંહને એવું કહ્યું કે તેઓ ચોંકી ગયા
પાછલી લોકસભા ચૂંટણીમાં માયાવતી ભલે એક પણ સીટ પર જીત નોંધાવી ના હોય, પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીમાં સપા-બસપા-આરએલડી ગઠબંધનનો તેઓ મુખ્ય ચહેરો બનીને ઉભરી રહ્યાં છે. મહાગઠબંધનની રેલીઓ, કાર્યક્રમોથી લઇ સ્ટેજ પર કોણ – કયા બેસશે, કોણ શું બોલશે આ બધું જ માયાવતી નક્કી કરી રહ્યાં છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે આ દેશમાં કયારેય શાંતિ રહેવા દેશો નહીં
સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્થળને અડીને આવેલ અવિવાદિત જમીન પર હાજર નવ પ્રાચીન મંદિરોમાં પૂજાપાઠની માંગણી કરનાર એક અરજીને શુક્રવારના રોજ નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આ દેશને કયારેય શાંતિથી રહેવા દેશો નહી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે ત્યાં હંમેશા જ કંઇક થશે.
વધુ વાંચવા કરો ક્લિક-6: પોપ એ દક્ષિણ સુદાનના નેતાઓને પગે ચુંબન કરતા દુનિયાભરમાં ચર્ચા, દ્રશ્ય જોઇ આંખમાં આંસુ
ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસે દક્ષિણ સુદાનમાં શાંતિ માટે સુદાનના પ્રમુખ અને વિરોધપક્ષના નેતાના ચરણે ચુંબન કરી દીધું. પોપે કોઇ સામાન્ય વ્યક્તિના ચરણે ચુંબન કર્યું હોય તેવું પહેલીવાર બન્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: જેટ એરવેઝના શેરો ખરીદવા નરેશ ગોયલ મેદાનમાં, લગાવી બોલી
જેટ એરવેઝમાં ભાગીદારી કરવાં 7 લોકો-કંપનીઓએ એક્સપ્રેશન ઓફ ઇંટરેસ્ટ આપ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે તેમાં ઇતિહાદ અને જેટના સંસ્થાપક નરેશ ગોયલનો પણ સમાવેશ થાય છે. બીજા પાંચ જેમણે બોલી લગાવી છે તેમાં કેલિફોર્નિયામાં આવેલી ઈંન્વેસ્ટમેન્ટ ફર્મ ટીપીડી, ફિનિક્સ તેમજ ખાનગી ફર્મ ઈડિંગો પાર્ટનર્સ, રેડક્લિક અને થિંક ઈક્વિટી અને જેટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેંટનો સમાવેશ થાય છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: Marutiએ તોડ્યો 5 વર્ષનો રેકોર્ડ, Omni અને Eeco બની ગ્રાહકોની પહેલી પસંદ
Maruti Suzukiનો 2018-19માં દબદબો રહ્યો. Marutiની Omni અને Eecoએ ગ્રાહકોએ બજારમાં ખુબજ વેચાણ કર્યુ. વાત જાણે એમ છે કે આ વર્ષે વાહનોનાં વેચાણમાં છેલ્લાં 5 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. Siamના રિપોર્ટ અનુસાર એપ્રિલ 2018થી માર્ચ 2019 વચ્ચે 34 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ થયુ.
વધુ વાંચવા કરો ક્લિક-9: લગ્નની અફવાઓ વચ્ચે હોસ્પિટલની બહાર જોવા મળ્યા અર્જુન-મલાઇકા,
બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર શુક્રવારે લીલાવતી હોસ્પિટલની બહાર જોવા મળ્યા. તે લોકો હોસ્પિટલ કેમ ગયા તે વાતનો હાલ કોઇ ખુલાસો થયો નથી. પરંતુ તેમને આ રીતે જોવાથી ફેન્સને અલગ અલગ સવાલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો પુછી રહ્યા છે કે બધુ ઓકે છે?
વધુ વાંચવા કરો ક્લિક-10: ભારતમાં વધી રહ્યુ છે Tik Tokનું વળગણ, થોડા સમયમાં 9 કરોડ યુઝર્સ જોડાયાં
અશ્લીલ કન્ટેન્ટના કારણે ખુબજ ટીકાને પાત્ર બનેલ ચીનની વીડિયો શેરિંગ એપ Tik Tok ખુબજ ઓછા સમયમાં ભારતમાં લોકપ્રિય થઈ રહી છે. એ હદે લોકો તેના દિવાના થયા છે કે તેના વપરાશકર્તાઓની સંખ્યા કરોડોમાં પહોંચી ચુકી છે. નાના મોટા જ્યાં જુઓ ત્યાં બસ Tik Tok વર્ષ 2019માં પહેલા ત્રિમાસીક ગાળામાં આ એપમાં 8.86 કરોડ ભારતીય જોડાઈ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM: PM મોદી ગુજરાતમાં, રાહુલ-પ્રિયંકાના કાર્યક્રમમાં થયો ફેરફાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/13-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments