માયાવતીનો ‘ફફડાટ’, મંચ પર ચઢે તે પહેલાં જ અજીત સિંહને એવું કહ્યું કે તેઓ ચોંકી ગયા
પાછલી લોકસભા ચૂંટણીમાં માયાવતી ભલે એક પણ સીટ પર જીત નોંધાવી ના હોય, પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીમાં સપા-બસપા-આરએલડી ગઠબંધનનો તેઓ મુખ્ય ચહેરો બનીને ઉભરી રહ્યાં છે. મહાગઠબંધનની રેલીઓ, કાર્યક્રમોથી લઇ સ્ટેજ પર કોણ – કયા બેસશે, કોણ શું બોલશે આ બધું જ માયાવતી નક્કી કરી રહ્યાં છે. એક રીતે આખા ગઠબંધનની ધુરી બની ગયા છે. ગઠબંધનમાં આ તેમની ધાક છે જ છે કે એક કાર્યક્રમમાં મંચ શેર કરવા માટે આરએલડી ચીફ અજીત સિંહને જૂતા ઉતારવા પડ્યા.
પહેલાં તબક્કાની ચૂંટણી પહેલાં સહારનપુરના દેવબંધમાં થયેલી મહાગઠબંધનની રેલીમાં માયાવતીના પ્રોટોકોલથી એક પળ તો આરએલડી અધ્યક્ષ અજીત સિંહ પણ હેરાન થઇ ગયા. જો કે અજીત સિંહ જેવા માયાવતી અને અખિલેસની પાછળ-પાછળ મંચ પર ચઢવાનું શરૂ કર્યું, ત્યારે બસપાના એક કો-ઑર્ડિનેટરે અજીત સિંહને જૂતા ઉતારવા માટે કહી દીધું. આરએલડી અધ્યક્ષને કહી દીધું કે માયાવતીને પસંદ નથી કે તોઇ જૂતા પહેરીને તેમની સામે બેસે, સિવાય પોતે.
દલિત વોટો માટે અજીતને માયાથી જ આશ
2014ની ચૂંટણીમાં બાગપતથી ભાજપના સત્યપાલ સિંહના હાથે હાર્યા બાદ આ વખતે અજીત સિંહ મુઝફ્ફરનગરથી ચૂંટણી મેદાનમાં છે અને દલિત વોટો માટે સંપૂર્ણપણે માયાવતી પર આશ્રિત છે. એવામાં તેમની સામે માયાવતીના ‘પ્રોટોકોલ’ને માનવાની મજબૂરી હતી. તેમણે પોતાના જૂતા ઉતાર્યા અને મંચ પર ચઢી ગયા.
મુખ્યમંત્રી રહેતા માયાવતીએ બનાવ્યા હતા આવા નિયમ
માયાવતી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ તેમનો આ અંદાજ જાણીતો હતો. કોઇ મંત્રી કે ઓફિસર તેમને ત્યારે જ મળી શકતો હતો જ્યારે તે તેમની કેમ્પ ઓફિસની બહાર જ જૂતા ઉતારીને આવ્યા હોય. તેમના નજીકના લોકોનું કહેવું છે કે ‘બહેનજી’ને ધૂળની એલર્જી છે, આથી તેમણે તેને પ્રોટોકોલ બનાવી દીધો છે.
આ Video પણ જુઓ : ભાવનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે યોજી સભા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માયાવતીનો ‘ફફડાટ’, મંચ પર ચઢે તે પહેલાં જ અજીત સિંહને એવું કહ્યું કે તેઓ ચોંકી ગયા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/when-ajit-singh-took-off-shoes-to-share-dais-with-bsp-supremo-mayawati/
via Best Gujarati News
0 Comments