વિધવાએ કહ્યું કઈંક એવું કે દુષ્કર્મ કરવા આવેલો યુવક ઉભી પૂંછડીયે ભાગ્યો
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જામીન પર બહાર આવેલા હત્યાના એક આરોપીએ એક 29 વર્ષની વિધવા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ ચતુરાઈપૂર્વક જુઠ્ઠું બોલી પોતાને બચાવી લીધી હતી. જેને લઈને મહિલાની ચારેકોર ભારે પ્રસંશા થઈ રહી છે.
આરોપી મહિલાને છોડીને ઉભી પૂંછડીયે ભાગ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લાના રાજનગરના રહેવાસી કિશોર વિલાસ અવહદ (22)ને તેના પિતાની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 29 વર્ષિય વિધવા તેની 7 વર્ષનીએ દિકરી સાથે શહેરની એક દુકાને આવી હતી. જ્યારે તે ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની પાસે માત્ર 10 રૂપિયા જ હતાં. માટે તેણે શેરિંગ ઓટો દ્વારા ઘરે જવાનો પ્રયાસ કર્યો પણ તેને રિક્ષા મળી નહીં.
આખરે મહિલા શહનૂરમિયાની દરગાહ પાસે ઉભા રહીને લિફ્ટ માંગવા લાગી. બરાબર એ જ સમયે કિશોર વિલાસ અવહદ મોટરસાઈકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તેને મહિલા અને તેની દિકરીને લિફ્ટ આપી. જ્યાંથી તે મહિલા અને તેની દિકરીને ઘરના બદલે કોઈ સુમસાન જગ્યાએ લઈ ગયો. તેણે મહિલાને ધારદાર હથિયાર વડે ડરાવીને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો.
પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં મહિલાએ સુઝબુઝ દાખવી અને કહ્યું કે તે એચઆઈવી પોઝેટિવ છે. આ સાંભળતા જ આરોપીએ મહિલાને છોડી દીધી અને મોટરસાઈકલ લઈને રફૂચકર થઈ ગયો. ત્યાર બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્કેચના આધારે આરોપી કિશોર વિલાસ અવહદને ઝડપી લીધો હતો.
આ વીડિયો પણ જુઓ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિધવાએ કહ્યું કઈંક એવું કે દુષ્કર્મ કરવા આવેલો યુવક ઉભી પૂંછડીયે ભાગ્યો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/maharashtra-a-man-trying-to-rape-a-woman-escape-by-declaring-himself-as-a-hiv-positive/
via Best Gujarati News
0 Comments