વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે 17 એપ્રિલે પાટણમાં અને 20 એપ્રિલે હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધશે. આગામી સપ્તાહના બુધવારે તેઓ મધ્ય ગુજરાતમાં આણંદ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં પણ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ચૂંટણી પ્રચાર કરશે.

તેની સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા લોકસભા સહિત ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ પાટણમાં ચૂંટણી સભા યોજશે. 20 એપ્રિલે હિંમતનગરમાં બનાસકાંઠા લોકસભા માટે સભા ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ સભાનું આયોજન થઈ રહ્યુ હોવાનું ભાજપમાંથી જાણવા મળ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી એપ્રિલ આણંદ અને સુરેન્દ્રનગર તથા 20મીએ ઉત્તર ગુજરાતમાં જાહેર સભાઓ ગજવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 14મીએ ગાંધીનગરથી કલોલનો રોડ શો યોજશે. તે ઉપરાંત તેઓ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતમાં આવતા જતા રહેશે, એ સાથે ભાજપના અન્ય રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકોનો રાજ્યમાં આવવાનો કાર્યક્રમ જાહેર થયો છે.

રાજનાથસિંહ, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડનવીસ, યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ, વીકે સિંધ, સ્મૃતિ ઇરાની વગેરે આગેવાનો ગુજરાતના પ્રવાસે આવશે.

તા.12મી એપ્રિલ શુક્રવારથી તા. 19મી એપ્રિલના શુક્રવાર સુધી કોણ આવશે એવું જાહેર કરાયું. પણ તેઓ ક્યાં સભા સંબોધશે તે હજી નિશ્ચિત થયું નથી. આ શુક્રવારે રાજનાથસિંહ આવશે, રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તથા વીકે સિંઘ બેઉ આવશે. મંગળવારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ અને બુધવારે રાજ્યસભાના સભ્ય અને અત્યારે અમેઠીમાં રાહુલ ગાંધી સામે નસીબ અજમાવી રહેલા સ્મૃતિ ઇરાની આવશે.

18મી એપ્રિલના ગુરુવારે વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઉ આવશે તથા 19મીના શુક્રવારે નીતિન ગડકરી પ્રચારાર્થે આવશે. ભાજપના આ પ્રચારકો રાજ્યમાં વિવિધ ઠેકાણે ચૂંટણી સભા સંબોધવા જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતને ધમરોળવાનો PM મોદીનો કાર્યક્રમ જાહેર, જાણો કંઇ તારીખે ક્યા ગજવશે સભા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-in-17th-and-20th-of-the-election-modi-will-campaign/
via Best Gujarati News