રાહુલ-પ્રિયંકા ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ધરખમ ફેરફાર, જાણો હવે પછીનો શું હશે શિડ્યુલ?
લોકસભા ચૂંટણી પ્રચારને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. પ્રિયંકા ગાંધીના કાર્યક્રમમાં પણ ફેરફાર થાય તેવો વર્તારો છે. રાહુલ ગાંધી હવે 15મી ઉપરાંત 19મીને બદલે 18મીએ સૌરાષ્ટ્ર (કેશોદ અથવા પોરબંદર)માં સભા ગજવશે.
આ ઉપરાંત નવો કાર્યક્રમ ઉમેરાયો તેમાં 20મીએ બારડોલી, દાહોદ અને પાટણમાં સભા યોજશે. પ્રિયંકા ગાંધીના 18મી કાર્યક્રમમાં ફેરફાર થાય તેવી શક્યતા છે, જોકે પ્રિયંકા ગાંધી સોમનાથ અને અંબાજી મંદિરના દર્શન કરશે અને કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરશે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલની અત્યાર સુધી ગુજરાતની બે દિવસની ગુજરાત મુલાકાત હતી, જેમાં વધુ એક દિવસનો ઉમેરો થયો છે. 15મીએ અમરેલી, જૂનાગઢ અને ભાવનગરને અસર કરે તે રીતે રાજુલા નજીક આશારાણા ચોકડી ખાતેનું સ્થળ પસંદ કરાયું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી લોકસભાના ચૂંટણી પ્રચાર માટે 18મી એપ્રિલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અંબાજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે કે પછી રોડ શો કરશે તે હજુ નક્કી થયું નથી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ 15મી એપ્રિલે રાજુલામાં તો 19મી એપ્રિલે પણ બારડોલી, દાહોદ અને સિધ્ધપુરમાં જાહેરસભા ગજવશે.
કોંગ્રેસના સૂત્રો કહે છે કે, અમદાવાદની મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી હવે ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. 18મીએ અંબાજી મંદિરે દર્શન કરી પ્રિયંકા કોંગ્રેસ માટે પ્રચાર કરશે. મહત્ત્વનું છે કે, પ્રિયંકાના દાદી ઈન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરે આવ્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વધુ એક નવો ગુજરાત કાર્યક્રમ નક્કી થયો છે, જેમાં તેઓ 19મી એપ્રિલે બારડોલી, દાહોદ અને સિદ્ધપુરમાં જાહેરસભાઓ ગજવશે.
રાહુલ ગાંધી એક જ દિવસમાં ત્રણ જાહેર સભાઓ ગજવશે. ત્રણેય સભા માટે ચોક્કસ સ્થળ માટે કોંગ્રેસે કામ શરૃ કરી દીધું છે. જ્યારે 15મી એપ્રિલે રાજુલા નજીક જાહેરસભા પણ યોજાવાની છે. આ સભા અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ ત્રણ બેઠકો ઉપર અસર કરે તેમ છે. રાહુલ ગાંધી ગુજરાતમાં કુલ ચાર જાહેરસભાઓ ગજવશે. પ્રદેશ કોંગ્રેસે હાઈકમાન્ડને આમંત્રણ મોકલાવ્યું ત્યારે વધુમાં વધુ પાંચ જાહેરસભાઓ યોજાય તે માટે અનુરોધ કર્યો હતો. આખરે રાહુલ લોકસભાના ચૂંટણી પ્રચાર માટે કુલ ચાર સભા ગજવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાહુલ-પ્રિયંકા ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ધરખમ ફેરફાર, જાણો હવે પછીનો શું હશે શિડ્યુલ? appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-on-rahul-gandhi-and-priyaka-gandhi-will-come-to-april-15-and-also-on-19th-may/
via Best Gujarati News
0 Comments