હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેની વચ્ચે ગઇકાલે મોડી રાત્રે (શુક્રવારે) ગીરસોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય તાલાલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપ હળવા આંચકા અનુભવાયા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. ભૂકંપના આંચકા મધ્યરાત્રિના અનુભવાયા હોવાના કારણે લોકો પોતાના ઘરમાં ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મોડી સાંજે ગીર સોમનાથ અને તલાલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે અને વહેલી સવારે રાજ્યના તાલાળા, ભચાઉ અને રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

તાલાળામાં રાત્રે 12.07 કલાકે 3.5ની તીવ્રતાનો આંચકા અનુભવાયા હતા, જ્યારે રાપરમાં વહેલી સવારે 5.10 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 16 કિ.મી. ઉત્તર – પૂર્વમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂકંપના આંચકાની અસર કચ્છ સુધી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગીરસોમનાથ અને તલાલામાં મધ્યરાત્રિએ ધરા ધ્રુજી, ઉંઘમાંથી સફાળા જાગી લોકો ભાગ્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/earthquake-felt-in-gir-somnath-and-kutch-on-gujarat/
via Best Gujarati News