ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. બન્ને પક્ષોના કદાવર નેતાઓથી માંડીને નાના મંત્રીઓ સુધી દરેક એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. ત્યારે દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રનો બફાટ સામે આવી રહ્યો છે. પ્રમુખના પુત્રનો બફાટ સામે આવતા દાંતીવાડા તાલુકામાં રાજનીતિએ ગરમાવો પકડી લીધો છે.

વિગતે વાત કરીએ તો, દાંતીવાડા તાલુકામાં એક જાહેર સ્ટેજ પરથી તાલુકા પંચાયતના પુત્રએ ભાજપ વિરોધી સૂર ઉચ્ચાર્યા છે, અને કોંગ્રેસના તરફેણમાં નિવેદન આપ્યું હતું. તા.પંચાયતના મહિલા પ્રમુખના પુત્રનું નામ રમેશ ચૌહાણ છે. જેમને જાહેર સભામાં બધાની વચ્ચે બફાટ કર્યો હતો કે, આ વખતે સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના લોકોને આપી તેમના હાથ મજબૂત કરવા છે. વાર્ષિક રૂપિયા 6 કરોડની ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓને જ આપવાની છે. તેના સિવાય કોઇને આપવાની નથી.

પ્રમુખના પુત્ર રમેશ ચૌહાણ આટલેથી અટક્યા નહોતા, તેમને ભાજપને લઇને નિવેદન આપ્યું કે, ભાજપના લોકોને હવે એક પણ રૂપિયો અમે ગ્રાન્ટ નહીં આપીએ. સ્ટેજ પરથી રમેશ ચૌહાણે નિવેદન આપતા ભાજપમાં રોષ જોવા મળી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં રમેશ ચૌહાણનો આ વિવાદિત બફાટવાળો વીડિયો પૂરપાટ ઝડપે વાયરલ થઇ રહ્યો છે.

દાંતીવાડામાં મહિલા પ્રમુખના પુત્ર રમેશ ચૌહાણે સ્ટેજ પરથી આ નિવેદન આપતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તેઓ ભાજપના કામકાજ અને તેમનાથી અસંતુષ્ટ છે. જેથી તેમને ભરી સભામાં સ્ટેજ પરથી ભાજપ વિરોધી સૂર ઉચ્ચાર્યા હતા. બીજી બાજુ રમેશ ચૌહાણના આ નિવેદનથી ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી હવે આગામી સમયમાં ભાજપ દાંતીવાડા મહિલા પ્રમુખ અને તેમના પુત્ર રમેશ ચૌહાણ વિરુદ્ધ શું કાર્યવાહી કરશે તે આવનારો સમય બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દાંતીવાડામાં પ્રમુખના પુત્રનો બફાટ, ‘સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસને આપી તેમને મજબૂત કરવા માંગીએ છીએ’ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/dantiwada-taluka-panchayat-women-president-son-of-ramesh-chauhan-of-statement/
via Best Gujarati News