ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો બન્ને પક્ષોના ઉમેદવાર વાર પલટવારના નિવેદનો એક બીજા સામે કરી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે બહાર પાડેલી આચાર સહિતા અને ચૂંટણી પંચના નિયમોનું પાલન ન કરનારા લોકો વિરુદ્ધ આકરા પાણીએ છે.

હાલ ચૂંટણીપંચના નજરમાં દાહોદના કોંગ્રેસી ઉમેદવાર બાબુ કટારા આવી ગયા છે. ચૂંટણી પંચે બાબુ કટારાને નિયમનુસાર ખર્ચનો હિસાબ ન આપતા નોટિસ ફટકાર છે. ચૂંટણી પંચે બાબુ કટારા ઉપરાંત નેશનલ જનતાદળના ઉમેદવાર જગદીશ મેડાને પણ નોટિસ ફટકારી છે. આ સિવાય નેશનલ જનતાદળના જગદીશ મેડાને પણ નોટિસ આપવામાં આવી છે.

ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક ઉમેદવારે દરરોજ કરેલા ખર્ચનો હિસાબ રજૂ કરવો પડતો હોય છે, ત્યારે દાહોદના બાબુ કટારાએ રોજબરોજનો હિસાબ રજૂ ન કરતા ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે નોટિસ ફટકારી બાબુ કટારાને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

બીજી બાજુ, લોકસભા ચૂંટણી નજીક છે. ત્યારે ગાંધીનગર બેઠકના 2 ઉમેદવારોને નોટિસ આપવામાં આવશે. એવું કહેવાઇ રહ્યું છે કે, ખર્ચનો હિસાબ રજૂ ન કરતા અપક્ષના બે ઉમેદવારોને નોટિસ આપવામાં આવશે. મહત્વનું છે કે ગાંધીનગર બેઠક પર કુલ 17 ઉમેદવાર પૈકી 15 ઉમેદવારોએ ખર્ચનો હિસાબ રજૂ કર્યો છે. જ્યારે અપક્ષના બે ઉમેદવારોએ હજુ સુધી ખર્ચનો હિસાબ રજૂ ન કરતા નોટિસ આપવામાં આવશે.

ઉલ્લેખની છે કે આ વખતે કોંગ્રેસે દાહોદ બેઠક પરથી પૂર્વ સાંસદ બાબુ કટારાને મેદાનમાં ઉતાર્યા છે. બાબુ કટારા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે ચૂંટણી પંચ તરફથી તેમને નિયમનુસાર હિસાબો રજૂ ન કરતા નોટિસ આપવામાં આવી છે, જો કટારા સમયસર જવાબ નહીં આપે તો ચૂંટણી પંચ તેમના પર કાર્યવાહી પણ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દાહોદ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પંચના વમળમાં ફસાયા, જાણો ECએ કયા કારણસર નોટિસ ફટકારી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/dahod-loksabha-candidate-received-notice-from-election-comission/
via Best Gujarati News