News@12 PM: પાક. PM ઈમરાન કરે છે નરેન્દ્ર મોદીનું સમર્થન, સહિતના અગત્યના સમાચાર
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જીતશે તો બંને દેશો વચ્ચે વાતચીતનો માર્ગ મોકળો બનશે તથા પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના વસા સુતારપાડા ગામમાં રહેનાર સંજય ધાડગા નામનો યુવકે એક માંડવામાં બે વધૂ સાથે લગ્ન કરનાર છે તેમજ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠક પરી લગાતાર પાંચમી વાર ઉમેદવારી પત્રક ભર્યું તથા આજે મહેસાણાના બહુચરાજીમાં ભાજપનું સંમેલન અને વિકિલીક્સના ફાઉન્ડર જુલિયન અસાંજેની લંડન સ્થિત એક્વાડોર દૂતાવાસમાંથી ધરપકડ કરાઈ તથા જો તમે તમારી બધી ભાવિ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવા માંગો છો, તો અમે તમને જણાવીશું કે તમારા રૂપિયાનું ક્યાં રોકાણ કરવું સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: પાક, PM ઈમરાન ખાન એટલા માટે કરી રહ્યાં છે નરેન્દ્ર મોદીનું સમર્થન, આ છે કારણ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જીતશે તો બંને દેશો વચ્ચે વાતચીતનો માર્ગ મોકળો બનશે. પહેલા તબક્કાના મતદાન પહેલા જ ઈમરાન ખાનના આવેલા આ નિવેદનને વિરોધ પક્ષોએ મોટો મુદ્દો બનાવ્યો છે. જોકે, મોટા ભાગના લોકોના મનમાં એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે, સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક જેવા મોટા નિર્ણય લીધા હોવા છતાંયે ઈમરાન ખાન મોદીને ફરી વડાપ્રધાન પદે કેમ જોવા માંગે છે?
વધુ વાંચવા કરો ક્લિક-2: લ્યો બોલો…!!! એક જ માંડવામાં બે મહિલાઓ સાથે લગ્ન કરશે એક જ યુવક
પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના વસા સુતારપાડા ગામમાં રહેનાર સંજય ધાડગા નામનો યુવકે એક માંડવામાં બે વધૂ સાથે લગ્ન કરનાર છે. 22 એપ્રિલે આ અનોખાં લગ્ન થવાનાં છે. લગ્નની આમંત્રણપત્રિકા મળ્યા પછી સુતારપાડા ગામના દરેક ઘરમાં સંજય ધાડગાનાં લગ્નની જ વાતો ચાલી રહી છે. સંજયના ઘરે હાલ લગ્નની તૈયારી ચાલી રહી છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: વડાપ્રધાન મોદી અજેય નથી, 2004ના પરિણામો યાદ કરે : સોનિયાની ટકોર
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠક પરી લગાતાર પાંચમી વાર ઉમેદવારી પત્રક ભર્યું હતું. ઉમેદવારી પત્રક ભર્યા બાદ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને ચેતવણી આપતાં કહ્યું કે પીએમ મોદી અજેય નથી, તેમણે ૨૦૦૪ની ચૂંટણીના પરિણામો યાદ રાખવા જોઈએ. સોનિયાએ કહ્યું કે વાજપેયી પણ અજેય હતા પણ અમારી જીત થઈ હતી. ૨૦૦૪માં તમામ રાજકીય પંડિતો અને ઓપિનિયન પોલ્સને ખોટા પાડીને કોંગ્રેસે વાજપેયી સરકાર પાસેથી સત્તા છીનવી લીધી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-4: ગુજરાતમાં ECનો મહત્વપૂર્ણ નિર્ણય, પોસ્ટલ બેલેટથી કોણ ક્યા જઇને કરી શકશે મતદાન!
લોકસભા ચૂંટણીને લઇને 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન છે, તે પહેલા રાજ્યભરમાં ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને અધિકારીઓને લઇને ચૂંટણી પંચે અલગથી વ્યવસ્થા કરી છે. આ તમામ લોકો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, આ સુવિધાઓની સંપૂર્ણ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: આજે કોંગ્રેસની ‘કમર’ તૂટશે, 72 ચુવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ધારણ કરશે કેસરિયો!
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. બન્ને પાર્ટીઓએ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. આજે મહેસાણાના બહુચરાજીમાં ભાજપનું સંમેલન મળવા જઇ રહ્યું છે. આ સંમેલનમાં રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: શાહ મોડી સાંજે અ’વાદમાં, જાણો કયા કારણસર તાત્કાલિક યોજવી પડી CM, ડે.CM સાથે બેઠક
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસે બન્ને પાર્ટીઓએ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પુરી થઇ ગઇ છે. અને ફોર્મ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પણ પુરી થઇ ગઇ છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: વિકિલીક્સના ફાઉન્ડર જુલિયન અસાંજેની લંડનમાં ધરપકડ, હવે કોર્ટમાં રજૂ કરાશે
વિકિલીક્સના ફાઉન્ડર જુલિયન અસાંજેની લંડન સ્થિત એક્વાડોર દૂતાવાસમાંથી ધરપકડ કરાઈ છે. જુલિયન અસાંજે એક્વાડોરમાં રાજકીય શરણ માગ્યું હતું પરંતુ સરકારે ફગાવી દીધું હતું. સ્વિડનમાં પ્રર્ત્યિપતથી બચવા માટે અસાંજે લંડન સ્થિત એક્વાડોર દૂતાવાસમાં સંતાઈને રહેતા હતા.
વધુ વાંચવા કરો ક્લિક-8: આ દેશએ ખોલ્યા ભારતીયો માટે દરવાજા, કામની સાથે સરળતાથી મળશે નાગરિકતા
અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ)એ અહીં આવનારા લોકો માટે વિઝા નિયમોને મજબૂત કર્યા છે, ત્યારે કેનેડા દિલ ખોલીને ભારતીય પ્રતિભાને તેમના દેશમાં તક આપવા તૈયાર છે. કેનેડા ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રીમ (જીટીએસ) નામનું કાયમી પ્રોગ્રામ શરૂ કરશે, જેના દ્વારા લોકો સરળતાથી ત્યાં કામ કરી શકશે. કેનેડાની યોજનામાં કેનેડામાં કામ કરવા ઇચ્છુક વિજ્ઞાન, ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અથવા ગણિત (એસટીઇએમ) બેન્કિંગ જેવા ક્ષેત્રનો અનુભવ ધરાવનારાઓને મોટો ફાયદો થશે. એટલું જ નહિ, યુ.એસ. માં રહેતા ભારતીયો પણ તેનો લાભ લઈ શકે છે.
વધુ વાંચવા કરો ક્લિક-9:291 રૂપિયાની રોજની બચત બનાવી દેશે તમને કરોડપતિ, જાણો કયા કરવું પડશે રોકાણ
નોકરી કરતા લોકોના મનમાં હંમેશા આ પ્રશ્ન ઊભો થાય છે કે એવા કયા રોકાણના વિકલ્પો છે જેમાં નાની રકમનું રોકાણ કરી નિયત સમયે તે મોટા ભંડોળમાં રૂપાંતરિત થઇ શકે છે. જો તમે તમારી બધી ભાવિ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવા માંગો છો, તો અમે તમને જણાવીશું કે તમારા રૂપિયાનું ક્યાં રોકાણ કરવું છે જેથી તમારા સપના પૂર્ણ થઈ શકે.
વધુ વાંચવા કરો ક્લિક-10: શાંત રહેતો કેપ્ટન કૂલ ધોની અચાનક એમ્પાયર પર ઉકળી ઉઠ્યો, થઈ સજા
મેદાનમાં સામાન્ય રીતે તમામ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેતા કેમ્પટ કૂલના નામથી જાણીતો મહેન્દ્ર સિંહ ધોની અચાનક લાલઘુમ થઈ ગયો હતો. ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધોની એમ્પાયર સાથે વિવાદમાં પણ પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM: પાક. PM ઈમરાન કરે છે નરેન્દ્ર મોદીનું સમર્થન, સહિતના અગત્યના સમાચાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/12-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments