મહિસાગરના ખાનપુર તાલુકામાં ભાજપા દ્વારા લોકસભા ચૂંટણી માટે પ્રચાર સભા યોજાઇ હતી. સભામાં શહેરા ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે પ્રવચન ટાંણે મતદારોને દૂઘના ભાવ સારા આપ્યા હોવા ઉપરાંત દુધનો ભાવ વધારો કરવાનું આપી વોટ જરા સરખા નાંખજો એમ જણાવતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

આ બાબતને મતદારોને આડકતરૂ પ્રલોભન આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી મતદાન પ્રક્રિયાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે. ત્યારે મતદારોને રીઝવવાના પ્રયાસો સાથે રાજકીય નેતાઓ પોતાના વકતવ્યો આપી રહ્યા છે. પરંતુ સામાન્ય રીતે અપાતું ભાષણોમાં ક્યારેક કંઇક વધારે પડતું બોલાતા મુદ્દો ચર્ચાનો વિષય બને છે.

પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણી પ્રચાર માટે ખાનપુર તાલુકાના શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડ ગયા હતા. સભામાં તેઓએ ભાષણમાં 21 તારીખથી દુધના ભાવામં વધારો આપવાનું જણાવી વોટ સરખા નાંખજો એમ જણાવતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડ અટવાયા, ‘દૂધના ભાવ સારા આપ્યા, વોટ સારા નાખજો’ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/panchamahal-dairy-chairman-jetha-bharwad-stays-giving-milk-good-waiting-for-good/
via Best Gujarati News