PM મોદીની ગુજરાતમાં પહેલી ચૂંટણી રેલી 10મી એપ્રિલે, આ સ્થળેથી સભા ગજવશે
। ગાંધીનગર ।
લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ પ્રચાર અભિયાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાત આવશે. ૧૦ એપ્રિલને બુધવારે આણંદ અને વ્યારામાં તેમની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ ભાજપના મિડિયા સેલમાંથી જાણવા મળ્યુ છે.
ગત સપ્તાહે શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉમેદવારી અને રવિવારે વિડિયો કોન્ફરન્સથી મોદી સાથેના સંવાદ દ્વારા ભાજપે ગુજરાતમાં સંગઠનાત્મક સ્તરે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ૨૩ ઉમેદવારોએ પણ પોતાના નામની જાહેરાત થયા બાદ વ્યક્તિગત પ્રચાર અભિયાન શરૂ કર્યુ છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આણંદ લોકસભાથી પ્રચાર અભિયાન શરૂ કરશે. ૧૦ એપ્રિલે આણંદ લોકસભામાં ભાજપના ઉમેદવાર મિતેષ પટેલના માટે વલ્લભ વિદ્યાનગરમાં સવારે ૧૦ કલાકે સભા સંબોધશે. બપોરે બે કલાકે સુરતના વ્યારામાં પણ ચૂંટણી સભા સંબોધશે.
લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતની ૨૬ એ ૨૬ બેઠકોમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રચાર અભિયાન માટે ઉતારશે. ૧૪મી એપ્રિલે આણંદ લોકસભા હેઠળના પેટલાદમાં પણ તેમની સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પુર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીના ગુજરાતના વધુ કાર્યક્રમોને આખરી ઓપ અપાય તેમ મનાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post PM મોદીની ગુજરાતમાં પહેલી ચૂંટણી રેલી 10મી એપ્રિલે, આ સ્થળેથી સભા ગજવશે appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/pm-modis-first-poll-rally-in-ananad-on-10-april/
via Best Gujarati News
0 Comments