। અમદાવાદ ।

રાજ્યમાં એપ્રિલના પ્રારંભે આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે સોમવારે સુરેન્દ્રનગર ૪૨.૩ ડિગ્રી ગરમી સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ગરમીનો પારો ૪૧.૩ જ્યારે ગ્રીન સિટીમાં પણ ગરમીનો પારો ૪૦.૪ ડિગ્રીએ પહોંચતાં લોકો અકળાઈ ઊઠયા હતા. આવનારા બે મહિના આકરામાં આકરા બની રહેશે તેવી સ્થિતિ વચ્ચે લોકોએ ગરમી સહન કરવાની તૈયારી રાખવી પડશે. સોમવારે રાજ્યના આઠ વધારે શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી ગયો હતો. હવામાન વિભાગ તરફથી હજુ ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો હતો. જેને લઈ લોકો પરસેવે રેબઝેબ થઈ ઊઠયા હતા. અમદાવાદમાં બપોર થતાં જ માર્ગો ઉપર નહીંવત અવરજવર વર્તાય છે તો એસી અને પંખા ધમધમતા ચાલુ થઈ ચૂક્યા છે. બીજી તરફ ગરમીથી છૂટકારો મેળવવા માટે ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે. અંગ દઝાડતી ગરમીથી જનજીવનને પણ માઠી અસર પહોંચી રહી છે. હજુ એપ્રિલ અને મે મહિના દરમિયાન ઉનાળો બરાબરનો તપશે તે નિશ્ચિત બન્યું છે.

ક્યાં કેટલી ગરમી

અમદાવાદ ૪૧.૩

ડીસા  ૪૧.૬

ગાંધીનગર  ૪૦.૪

વડોદરા  ૪૦.૮

સુરત  ૩૪.૦

અમરેલી  ૪૧.૦

ભાવનગર  ૩૮.૫

રાજકોટ  ૪૧.૭

સુરેન્દ્રનગર  ૪૨.૩

ભુજ  ૪૨.૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post અમદાવાદમાં સતત બીજા દિવસે આગના ગોળા વરસ્યા, જાણો હીટ વેવ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-at-41-02-degrees-celsius-constant-second-day-heatwave/
via Best Gujarati News