સુરતના રેન્જ IGની પત્ની સાથે થઇ ઓન લાઇન મોટી છેતરપિંડી, ગુમાવ્યા આટલા લાખ રૂપિયા
। અમદાવાદ ।
આનંદનગર રહેતા સુરતના રેન્જ આઇજીના પ્રોફેસર પત્નીના ખાતામાંથી ૧.૩૭ લાખ ઉપડી ગયા હતા. લેકમેની સર્વિસ સારી ન લાગતા ફરીયાદ કરી હતી. બાદ લેકમે તરફથી ૧૩ હજારની પરત મેળવવાની લાલચમાં ૧.૩૭ લાખ ગુમાવ્યા હતા. લેકમેના નામે ઠગાઇ કરનાર ટોળકીએ બે વખત પ્રયત્ન કરી પૈસા પડાવ્યા હતા.
સાઇબર ક્રાઇમે રાહુલ, રોહન અને નવીન સામે ફરીયાદ લઇ તપાસ હાથ ધરી છે.પ્રહલાદનગર શરણમ-૧૦માં રહેતા અને નિરમા યુનિ.ના પ્રોફેસર ડો.શાલીની પાંડિયન(ઉ.૪૪)ના પતિ રાજકુમાર પાંડિયાન સુરત રેન્જ આઇજી તરીકે ફરજ બજાવે છે. ગત ૨૭મી માર્ચે પ્રહલાદનગર ખાતે આવેલા લેકમે સલુનમાં ટ્રીટમેન્ટ લેવા ગયા પરંતુ સર્વિસ સારી ન હોવાથી ગુગલ પરથી લેકમે કસ્ટમર કેરનું કમ્પલેન પેજથી રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યું હતુ. બાદમાં ત્રણ વાગ્યે ફોનમાં રાહુલ સક્સેનાએ જણાવ્યુ કે, કમ્પલેન મળી છે.
લેકમે કંપની તરફથી ૩ હજાર સુધી ફ્રી સર્વિસ મળશે. કંપનીના નિયમ મુજબ ૧૦ હજાર અને છેલ્લો ખર્ચ એટલે કે ૩ હજાર પરત મળશે પરંતુ નિયમ મુજબ રોકડા કે વાઉચર નહી મળે. તેથી ડો.શાલીનીએ બેંકની વિગતો આપી હતી. ૪ ઓટીપી નંબર મોબાઇલમાં પડયા હતા. તેમને શંકા જતાં ફોન બંધ કરી ICICI કસ્ટમર કેરમાં ટ્રાન્જેક્શનનુ પુછતા થયુ ન હતુ.
૨૮મી માર્ચે ફરી ICICIમાંથી રોહનનો ફોન હતો અને ૧૩ હજારનુ ટ્રાન્જેક્શન થયુ છે અને આ રૂપિયા તમારા એકાઉન્ટમાં છે તે અમે રાખ્યા છે તે પરત આપવાના છે. નાણાં ટાટા કંપની લેકમેમાંથી આવ્યા છે. નાણાં અમે રાખી શકીએ નહી પાંચ મિનિટનું ટ્રાન્જેક્શન છે તેથી છેલ્લો ઓટીપી નંબર આપશો એટલે ૧૩ હજાર ટ્રાન્સફર થશે. ડો. શાલીનીના ખાતામાંથી નવીનના એકાઉન્ટમાં ૧.૩૭ લાખ જતા રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સુરતના રેન્જ IGની પત્ની સાથે થઇ ઓન લાઇન મોટી છેતરપિંડી, ગુમાવ્યા આટલા લાખ રૂપિયા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-range-ig-wife-companions/
via Best Gujarati News
0 Comments