વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદ્રાબાદની ચૂંટણી રેલીમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પર કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની વકાલત કરનારા નિવેદન પર જોરદાર પ્રહારો કર્યા તથા ભારતના ઉપગ્રહ ભેદી મિસાઇલ પરીક્ષણ (એ-સેટ) એટલે કે મિશન શક્તિ પર અમેરિકાની સરકારી રક્ષા સંસ્થાન નાસાની આખરે પ્રતિક્રિયા આવી ગઇ અને 2014ની ચૂંટણીમાં એક ગુજરાતી વડાપ્રધાન બનવાના હતા એટલે ભાજપ તરફી માહોલ બન્યો તેમજ ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ ફોટો મોકલી 200થી વધુ યુવતીઓને બ્લેકમેલ કરનારા બોટાદના યુવકની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: PM મોદીએ ઉમર અબ્દુલ્લાના વિવાદાસ્પદ નિવેદન પર કહ્યું કે તેમની હિંમત જ કેમ થઇ આ બોલવાની

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદ્રાબાદની ચૂંટણી રેલીમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પર કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની વકાલત કરનારા નિવેદન પર જોરદાર પ્રહારો કર્યા છે. ત્યારબાદ ઉમરે પણ ટ્વીટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યું. પીએમ મોદીએ નિશાન સાંધતા કોંગ્રેસ અને મહાગઠબંધનની પાર્ટીઓના નેતાઓને કહ્યું કે તેઓ આ નિવેદન પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: ભારતના ‘મિશન શક્તિ’ પર NASAએ આપ્યું જબરદસ્ત મોટું નિવેદન, કહ્યું કે…

ભારતના ઉપગ્રહ ભેદી મિસાઇલ પરીક્ષણ (એ-સેટ) એટલે કે મિશન શક્તિ પર અમેરિકાની સરકારી રક્ષા સંસ્થાન નાસાની આખરે પ્રતિક્રિયા આવી ગઇ છે. નાસા એ ભારતના મિશનને ખૂબ જ ‘ભયાનક’ ગણાવતા કહ્યું કે તેના લીધે અંતરિક્ષની કક્ષામાં અંદાજે 400 કાટમાળના ટુકદા પડ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ટલ્લી થઇ ટીવી અભિનેત્રીએ સાત વાહનોને અડફેટે લીધા, પછી પોલીસવાળાઓને….

ટીવી અભિનેત્રી રૂહી સિંહની વિરૂદ્ધ પોલીસ અધિકારીઓની સાથે મારઝૂડ કરવાનો અને દારૂ પીને ગાડી ચલાવાના આરોપમાં કેસ નોંધાયો છે. તેના મિત્ર રાહુલ સિંહ અને સ્વપ્નિલ સિંહ જે મારામારી કરતાં સમયે અભિનેત્રીની સાથે હતા, તેમની ધરપકડ કરી લેવાઇ છે. રૂહીને નોટિસ અપાઇ છે પરંતુ ધરપકડ કરાઇ નથી.

વધુ વાંચવા કરો ક્લિક-4: NCP-BSP કોંગ્રેસનો ખેલ પાડી શકે તો તોગડિયાની પાર્ટી ભાજપને નડી શકે

૨૦૧૪ની ચૂંટણીમાં એક ગુજરાતી વડાપ્રધાન બનવાના હતા એટલે ભાજપ તરફી માહોલ બન્યો હતો. જોકે તે પછી ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ઘણો સારો રહ્યો તેના કારણે માહોલ બદલાયેલો છે, પરંતુ કોંગ્રેસ જો તેના સાથી પક્ષો એનસીપી અને બીટીપી સાથે ગઠબંધન ન કરે તો તેના માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરનાર યુવતીઓ ચેતી જજો, આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે

ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ ફોટો મોકલી 200થી વધુ યુવતીઓને બ્લેકમેલ કરનારા બોટાદના યુવકની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. યુવતીઓના ફોટા ફેક આઇડીમાં અપલોડ કરી બિભત્સ ફોટા માંગી યુવક રંઝાડતો હતો. મળતી વિગતો પ્રમાણે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છ યુવતીઓએ અરજી કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-6: CM રૂપાણી સાથે To The Point, સંદેશ સાથે એક્સક્લુઝીવ વાત

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાને હવે 9 દિવસ જ બાકી છે ત્યારે સંદેશ ન્યૂઝે ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાથે એક્સક્લુઝીવ વાત કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, સામાન્ય રીતે નામાંકન પછી ચૂંટણીનો માહોલ બનતો હોય છે. પરંતુ હવે તો નામાંકન પહેલા જ ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: શેરબજારમાં તેજીનો માહોલ યથાવત, સેન્સેક્સ 38,943 અને નિફ્ટી 11,700 પર ટ્રેડ

શેરબજારમાં આજે પણ ખુલતાની સાથે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 71.15 અંક એટલે કે 0.18 ટકા વધીને 38,943.02 પર અને નિફ્ટી 34.90 અંક એટલે કે 0.30 ટકા વધીને 11,704.05 પર ખુલ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: આ કંપની વિશ્વનો પ્રથમ 5G સ્માર્ટફોન કરશે લોન્ચ, જાણો તેના જોરદાર ફીચર્સ અને કિંમત

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ 4 એપ્રિલે તેનો પ્રથમ 5જી સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એસ 10 5જી લોન્ચ કરશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી MWC2019 માં આ સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો હતો. તે કંપનીનો પ્રથમ 5જી સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન 5 એપ્રિલથી કોરિયામાં ખરીદી શકાય છે. સેમસંગ કંપની ટેલિકોમ ઓપરેટર્સ સાથે બીજા દેશોમાં પ્રથમ 5જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરવા માટે કામ કરી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9:20 વર્ષના ક્રિકેટરે IPL 2019માં વાગાડ્યો ડંકો – 3 ભાઇ, ત્રણેય ક્રિકેટર

દિલ્હીના કેપિટલ્સની સામે સોમવારના રોજ મોહાલીમાં રમાયેલ આઇપીએલ મેચમાં હેટ્રિક લઇ ક્રિકેટ જગતમાં સનસનાટી ફેલાવનાર 20 વર્ષના સેમ કુરેન ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર કેવિન કુરેનના દીકરા છે. પહેલી હેટ્રિક બાદ આખી દુનિયાની નજર સૈમ કુરેન પર ટકેલી છે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે સૈમ 10 વર્ષની ઉંમરથી આઇપીએલમાં દેખાઇ રહ્યો છે. ટીવી સ્ક્રીન પર જોયા બાદ તેને પણ આ ટુર્નામેન્ટમાં રમવાનું સપનું જોયું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-10: 28મું માસ્ટર્સ ટાઇટલ જીતવાની સાથે ફેડરર ‘101 નોટઆઉટ’

સ્વિટ્ઝરલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ફેડરરે અમેરિકાના શક્તિશાળી ખેલાડી જ્હોન ઇસનરને સીધા સેટમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું. ૩૭ વર્ષીય ફેડરરે ફાઇનલ મેચ ૬-૧, ૬-૪થી જીતી લીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post News@12 PM: ભારતના ‘મિશન શક્તિ’ પર NASAએ આપ્યું જબરદસ્ત મોટું નિવેદન સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/2st-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News