ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરનાર યુવતીઓ ચેતી જજો, આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે
ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ ફોટો મોકલી 200થી વધુ યુવતીઓને બ્લેકમેલ કરનારા બોટાદના યુવકની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. યુવતીઓના ફોટા ફેક આઇડીમાં અપલોડ કરી બિભત્સ ફોટા માંગી યુવક રંઝાડતો હતો. મળતી વિગતો પ્રમાણે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં છ યુવતીઓએ અરજી કરી હતી.
ઇન્સ્ટાગ્રામમાં આઇડી ધરાવતી યુવતીઓના ફોટા મેળવી તે ફોટામાં એડિટિંગ કરી અશ્લીલ ફોટો બનાવી દેવાતો હતો. અને બાદમાં આ ફોટો જે-તે યુવતીને મોકલી નગ્ન ફોટાની માંગણી થતી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પીએસઆઇ જે.બી.આહિર અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વિકૃત યુવકને પકડી પાડયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જગદીશ પ્રકાશભાઇ મકવાણા (ઉ.વ.30, રહે- ખાંભડા, બોટાદ)ની ધરપકડ કરાઇ છે. પીટીસીમાં અભ્યાસ કરતો જગદીશ ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓના અલગ-અલગ આઇડી પરથી ફોટા લઇ લીધો હતો. આ ફોટા સાથે એડિટિંગ કહો કે મોર્ફિંગ કરી યુવતીના ઓરિજિનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોકલતો હતો.
ત્યારબાદ તે યુવતીઓ પાસે અશ્લીલ ફોટોગ્રાફ્સની માંગણી કરી બ્લેકમેલ કરતો હતો. પોલીસે તેનો મોબાઇલ ચેક કરતા 200થી વધુ યુવતીઓના અશ્લીલ ફોટા મળી આવ્યા હતા. આમ, અશ્લીલ ફોટાં મોકલી યુવતીઓને પરેશાન કરવા સાથે બદનામ કરવાની ધમકી આપતા જગદીશની ધરપકડ કરાઇ છે. જગદીશ સામે બરવાળામાં ફરિયાદ થઇ હોવાનું જાણવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરનાર યુવતીઓ ચેતી જજો, આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/screaming-news-for-girls-sharing-photos-on-instagram/
via Best Gujarati News
0 Comments