CM રૂપાણી સાથે To The Point, સંદેશ સાથે એક્સક્લુઝીવ વાત
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાને હવે 9 દિવસ જ બાકી છે ત્યારે સંદેશ ન્યૂઝે ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાથે એક્સક્લુઝીવ વાત કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, સામાન્ય રીતે નામાંકન પછી ચૂંટણીનો માહોલ બનતો હોય છે. પરંતુ હવે તો નામાંકન પહેલા જ ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ છે.
કોંગ્રેસના દિગ્ગજોને મેદાને ઉતારવા પર CMનું મોટુ નિવેદન સામે આવ્યું છે. CMએ કહ્યું છે કે, કોંગ્રેસને કાઠુ લાગે છે માટે મહારથીઓને ઉતારવા માંગે છે. ઇચ્છીએ છીએ તેઓ આવે મેદાને પછી જોઇશું કેટલા બચે છે, 2017ની વિધાનસભામાં પણ આ દિગ્ગજો હારી ચુક્યા છે.
સંદેશ ન્યૂઝના‘TO THE POINT’ માં CM રૂપાણીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. ‘કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે માસીયાઇ ભાઇ જેવા સંબંધો’ છે. કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની દલાલી કેમ કરે છે.
આ રીતે ગુજરાતના મુખ્યમંત્રીએ ચૂંટણીના માહોલ વચ્ચે લોક ઉત્સાહમાં વધારો કર્યો છે. અને કોંગ્રેસને આડે હાથ લેતા મુખ્યમંત્રીએ નિવેદનો આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post CM રૂપાણી સાથે To The Point, સંદેશ સાથે એક્સક્લુઝીવ વાત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/to-the-point-with-cm-rupani-exclusive-talk-with-sandesh-news/
via Best Gujarati News
0 Comments