લોકસભાની ચૂંટણી માટે આજે અમદાવાદ પિૃમ, નવસારી, કચ્છ, છોટાઉદેપુર, પંચમહાલ અને ભાવનગર બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉમેદવારોએ રજૂ કરેલી એફિડેવીટ પ્રમાણે સૌથી વધુ ધનવાન નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલ છે. તેમની સંપત્તિ 45 કરોડ જાહેર થઈ છે. નોટબંધીના વર્ષમાં પણ પાટીલ 19 કરોડ કમાયા હતા. બીજા નંબરે અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર ડો.કિરીટ સોલંકી છે. જેમણે પાંચ વર્ષમાં બમણી સંપત્તિ રૂ.6.76 કરોડ જાહેર કરી છે.

નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલે નોટબંધીના વર્ષમાં રૂ.૧૯,૦૩,૪૪,૮૨૦ કરોડની તોતીગ આવક બતાવી છે. આૃર્યજનક બાબત એ છે કે નોટબંધીની આગળ અને પાછળના તમામ વર્ષમાં તેમની આવક એક કરોડ કરતા ઓછી છે. નોટબંધીના વર્ષમાં આવકમાં આવેલો મોટો ઉછાળ તેમણે એફીડેવીટના સ્વરુપમાં ઉમેદવારીપત્રક ભરતી વખતે દર્શાવ્યો છે. સી.આર.પાટિલ પાસે રૂ.૧૨.૬૧ કરોડની મુલ્યની જંગમ મિલકત છે જયારે તેમના પત્ની પાસે રૃ.૯૨.૦૮ લાખની જંગમ મિલકત છે. તેમના એચયુએફ પાસે રૂ૬૯.૩૮ લાખની જંગમ મિલકત છે. તેમની સ્વ ઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૫.૨૭ કરોડ છે જયારે તેમના પત્ની પાસે સ્વ ઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૨૪.૮૦ કરોડ છે. સી.આર.પાટિલની વારસાગત મિલકતનું મુલ્ય રૂ.૨૮.૬૯ લાખ છે. એફિડેવીટમાં તેમણે કોઇ સરકારી કે બેકના લેણા બાકી નહી હોવાનું બતાવ્યુ છે.

અમદાવાદ શહેરની પશ્ચિમ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ આજે સત્તાવાર રીતે ભાજપના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી. ડો. કિરીટ સોલંકીએ ઉમેદવાર નોંધાવવા માથે પાઘડી બાંધી પહોંચ્યા હતા તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલા સત્તાવાર એફિડેવિટમાં તેઓની પાસે રૂ.૬.૭૬ કરોડની સ્થાવર અને જંગમ મિલકત હોવાનું જાહેર કર્યું છે. ડો. કિરીટ સોલંકીએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમ બેઠકથી જ ઉમેદવારી નોંધાવી હતી તે વેળાએ તેમણે સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડની હોવાની જાહેરાત કરી હતી પણ છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપતિ બમણી થઇ ગઇ છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વેળાએ ડો. કિરીટ સોલંકીએ તેમની સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડ દર્શાવી હતી જેમાં કૃષિ જમીન, પ્લોટ અને મકાન જેવી સંપતિ રૂ.૨.૦૫ કરોડની હતી જ્યારે ૪૬.૫૮ લાખનું રોકાણ બેંક, શેર કે સોના-ચાંદીમાં હતુ જ્યાયરે તેમની પત્નિએ વર્ષ ૨૦૧૪માં તેમની કુલ સંપતિ રૂ.૮૯.૨૬ લાખની દર્શાવી હતી. કચ્છની અનામત બેઠક પર સોમવારે ભાજપના ઉમેદવાર એવા વર્તમાન સાંસદ વિનોદ ચાવડાએ તેમનું ઉમેદવારીપત્ર રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ભર્યું હતું. ભુજમાં મુખ્યમંત્રીની જાહેરસભા બાદ એક કિલોમીટરનો રોડ શો યોજાયો હતો અને ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીને ફોર્મ રજૂ કરાયું હતું.
કચ્છમાં વિધાનસભા કે લોકસભાના ઉમેદવાર માટે ખુદ મુખ્યપ્રધાન નામાંકન કરાવવા આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના બની હતી.
છોટાઉદેપુરની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રણજિતસિંહ મોહનસિંહ રાઠવાએ આજે ફોર્મ ભર્યું હતું. ગુજરાત યુનિ.માંથી બીકોમ થયેલા રણજિતસિંહ રાઠવાએ તેમની સામે કોઇ જ ક્રિમિનલ કેસ નોંધાયો ન હોવાનું જાહેર કર્યું હતું. બીએડ કોલેજ આર્ટસ એન્ડ નર્સિંગ કોલેજ વાર્ષિક ભાડુ રૂ.૭.૯૫ લાખ આવે છે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં જમીનો ધરાવે છે.

સુરત બેઠકઃ ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલનું સરવૈયું
-સી.આર. પાટીલ અને પત્ની પાસે ૪૫ કરોડની સંપત્તિ.
-પાટીલ પાસે ૧૨,૬૧,૭૬,૭૯૭ કરોડની જંગમ મિલકત.
-પાટીલે પોતે ખરીદેલી મિલકત ૫,૨૭,૭૯,૮૪૦ કરોડ અને વારસાગત ૨૮,૬૯,૬૨૬ લાખની છે.
-પત્ની ગંગાબેન પાસે જંગમ મિલકત ૯૨,૦૮,૪૭૬ લાખની છે.
-ગંગાબેને ખરીદેલી મિલકત ૨૪,૮૦,૬૯,૫૨૦ કરોડની છે.
-પાટીલ પાસે ૫૬,૧૦,૯૯૩ લાખનું ઝવેરાત છે.
-પત્ની પાસે ૫૬,૯૫,૭૭૮ લાખનું ઝવેરાત છે.
-બંને પાસે રૃ.૭,૨૦,૬૯૧ની એફડી, બેન્કમાં બેલેન્સ રૃ.૨૨,૫૩,૩૩૭ છે.-સાંસદ પાસે સાંઈ આશિષ ડાઈંગ મિલના રૃ.૨૯,૦૧,૦૦૦ના શેર છે. આ કંપની બંધ છે.
-બે ટર્મના સાંસદ ધો.૧૧ નાપાસ છે.
-સાંસદ સામે ઠગાઈનો એક કેસ છે.

અમદાવાદ પશ્ચિમ બેઠકઃ ભાજપના ઉમેદવાર ડો.કિરીટ સોલંકીનું સરવૈયું
– કુલ સંપત્તિ રૂ૬.૭૬ કરોડ
– રૂ.૨૯.૦૨ લાખની જંગમ અને જમીન, મકાન, પ્લોટમાં રૂ૬.૪૭ કરોડનું રોકાણ
– પત્ની પાસે સ્થાવર અને જંગમ મળી રૂ.૨.૧૮ કરોડની સંપત્તિ
– રૂ.૧૧.૫૭ લાખનું પોતાનું અને રૂ.૯ લાખનું પત્નીનું આઈટી રિટર્ન ભર્યું છે.
– હાથ ઉપર રૂ.૪૫ હજારની રોકડ, બેન્કોમાં બચત અને રોકાણ રૂ.૨૪.૭૬ લાખ
– શેર બજારમાં રૂ.૧.૫૬ લાખનું રોકાણ
– રૂ.૧.૦૮ લાખનું ઝવેરાત

કચ્છ બેઠકઃ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનું સરવૈયું
-ચાવડાના નામે રૂ.૩૧,૦૪,૩૧૦.૨૭, પત્નીના નામે રૂ.૯,૬૮,૧૪૫, પુત્રના નામે રૂ. ૨,૫૦,૦૦૦, પુત્રીના નામે રૂ.૩,૫૦,૦૦૦ મળી કુલ જંગમ મિલકતો રૂ.૪૬,૩૭,૪૫૫.૨૭ છે.
-સ્થાવર મિલકતોની કુલ વર્તમાન કિંમત ૨, ૮૮,૭૧,૦૦૦
-સાંસદ બન્યા બાદ રૂ.૧૪.૪૯ લાખની ઈનોવા વસાવી છે.
-કોઈ કાયદાકીય કેસ ચાલુ નથી.
-રૂ.૧,૨૪,૫૮,૬૦૭ કરોડની આર્િથક જવાબદારી છે.
-હાથ પરની રોકડ રૂ.૩,૮૦,૦૦૦, પત્નીના નામે રૂ.૯૦,૦૦૦
-બેંકમાં થાપણો તથા અન્ય રોકાણો રૂ.૬,૪૩,૭૨૮.૨૭
-પુત્રીના નામે સમૃદ્ધિ યોજનામાં રોકાણ રૂ.૧,૫૦,૦૦૦
-વીમા યોજના રૂ.૫,૨૫,૩૨૦
-ચાવડા, પત્ની, પુત્ર, પુત્રીનું મળી રૂ.૧૪,૬૪,૩૯૫નું ઝવેરાત.

છોટાઉદેપુર બેઠકઃ કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાનું સરવૈયું
-રણજીતસિંહ રાઠવાની સંપત્તિ રૂ.૨.૯૩ કરોડ
-સ્થાવર મિલકત ૨.૨૫ કરોડ, જંગમ ૫૨.૨૭ લાખ
-હાથ પરની રોકડ રકમ રૂ.૨ લાખ
-ઝવેરાત રૂ.૧૩.૯૦ લાખ
-કોલેજના ભાડાની આવક રૂ.૭.૯૫ લાખ
-જંગમ મિલકત રૂ.૫૨.૨૭ લાખ, સ્થાવર મિલકત રૂ.૨.૨૫ કરોડ
-અભ્યાસ બીકોમ સુધી કર્યો છે.
-ક્રિમિનલ કેસ કોઇ નથી.

પંચમહાલ બેઠકઃ ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડનું સરવૈયું
-સંપત્તિ રૂ.૧.૦૩ કરોડ
-જંગમ મિલકતો ૨૦૧૯માં રૂ.૬૫,૩૨,૬૬૩ અને ૨૦૧૭માં રૂ.૩૫.૩૩ લાખ હતી.
-સ્થાવર મિલકતો ૨૦૧૯માં રૂ.૩૭,૨૮,૦૦૦ અને ૨૦૧૭માં રૂ.૧૬.૬૫ લાખ હતી.
-સોનું ૨૦૧૯માં ૨૦ તોલા, એક કિલો ચાંદી અને ૨૦૧૭માં સોનું ૨૦ તોલા, એક કિલો ચાંદી હતી.
-વાહન ૨૦૧૯માં રૂ.૨૯ લાખના અને ૨૦૧૭માં રૂ.૨૧ લાખના હતા.-અભ્યાસ બીએબીએડ સુધીનો છે.
-ક્રિમિનલ કેસ એક પણ નથી

ભાવનગર બેઠકઃ ભાજપના ઉમેદવાર ડો.ભારતીબેન ધીરૂભાઈ શિયાળનું સરવૈયું
-જંગમ મિલકત ૨૦૧૪માં રૂ.૨૭,૧૪,૭૭૪ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૪૭,૫૦૫ થઈ.
-સ્થાવર મિલકત ૨૦૧૪માં રૂ.૨૮,૫૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ.૩૫,૮૫,૧૪૦ થઈ.
-સ્વર્પાિજત મિલકત ૨૦૧૪માં રૂ.૩૪,૦૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૭૫,૦૦૦ થઈ.
-જવાબદારીઓ રૂ.૧૧,૯૨,૩૯૫ની છે.
-લોન ૨૦૧૪માં રૂ.૧૧,૩૨,૩૨૫ હતી તે ૨૦૧૯માં રૂ.૧૬,૨૯,૫૯૭ થઈ.
-ક્રિમીનલ કેસ નથી.
-અભ્યાસ બી.એ.એમ.એસ. ( આયુ.મેડીકલ કન્સલ્ટન્ટ )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post BJP-કોંગ્રેસના સાંસદોની સંપત્તિનું List જોઇ આંખો પહોળી થઇ જશે, ઓછું ભણતર-વધુ કમાણી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/lok-sabha-election-2019-bjp-congress-mp-wealth-list-at-gujarat/
via Best Gujarati News