પાકિસ્તાનથી સંચાલિત થતા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસો આગલ આખરે ચીન ઝુક્યું છે. તેણે આ બાબતના સંકેત પણ આપ્યા છે.

ચીને દાવો કર્યો છે કે મસૂદ અઝહરને UN દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે સકારાત્મક પ્રગતિ થઈ છે. જોકે આ દરમિયાન ચીને અમેરિકા પર નિશાન તાકવાનું ચુક્યું નહોતું. ચીને કહ્યું છે કે, અમેરિકા સીધો સુરક્ષા પરિષદ સામે મુદ્દો ઉઠાવીને તેના પ્રયાસો નિષ્ફળ બનાવી રહ્યું છે. આમ કરીને અમેરિકા એક ખરાબ ઉદાહરણ પુરૂ પાડી રહ્યું છે.

ફ્રાંસના પ્રયાસ નિષ્ફળ ગયા તો અમેરિકા આવ્યું આગળ

સુરક્ષા પરિષદનીએ 1267 અલ કાયદ્દા પ્રતિબંધિત સમિતિ અંતર્ગત અઝહર મસૂદને પ્રતિબંધિત જાહેર કરવાના ફ્રાંસના પ્રસ્તાવો પર ચીને પાણી ફેરવ્યાના 2 સપ્તાહ બાદ અમેરિકાએ 27 માર્ચના રોજ વધુ એક મોટું પગલું ભર્યું હતું. અમેરિકાએ અઝહરને બ્લેકલિસ્ટ કરવા, તેની મુસાફરી પર પ્રતિબંધ લગાવવા, તેની સંપત્તિના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ લગાવવા તેમજ હથિયાર ખરીદવા પર પણ પ્રતિબંધ લગાવવા માટે 15 દેશોના શક્તિશાળી પરિષદમાં ડ્રાફ રજુ કર્યો હતો.

નરમ પડતા ચીન બોલ્યું કે…

ચીને ગત સપ્તાહે જૈશના સરગનાને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં રોડા નાખ્યા બાદ અનેક વાર પોતાના વલણનો બચાવ કર્યો હતો. તેણે અમેરિકાના એ આરોપોને પણ ફગાવ્યા હતાં કે તેની આ કાર્યવાહી હિંસક ઈસ્લામિક જુથોને પ્રતિબંધિત થતા બચાવવાની છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે આજે જણાવ્યું હતું કે, અઝહર સંબંધિત આવેદનને પ્રસ્તાવિત કર્યા બાદ ચીન જુદા જુદા પક્ષો સાથે સંપર્કમાં છે અને સમન્વય બેસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ મામલે સકારાત્મક પ્રગતિ પણ સધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ભારતની મોટી કુટનૈતિક જીત, આતંકવાદી મસૂદ અઝહર મામલે ઝુક્યું ચીન appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/china-claims-positive-progress-in-listing-azhar-as-global-terrorist-by-un/
via Best Gujarati News