News@12 PM: ગુજરાતમાં આજે BJPના આ 8 ઉમેદવારો ભરશે ફોર્મ સહિતના અગત્યના સમાચાર
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં સામાન્ય રીતે બન્ને પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે તથા ભારતીય જનતા પાર્ટીના નેતાએ ફરી એકવખત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લઇ આપત્તિજનક ટિપ્પણી કરી તેમજ કૉંગ્રેસની ઇલેક્શન કમિટીની ગઇકાલે દિલ્હીમાં મીટિંગ મળી તથા કોલ્ડડ્રિંકના ઘટતા બિઝનેસથી ચિંતિત કોકાકોલા પોતાની કમાણી વધારવા માટે નવી ફોર્મ્યૂલા લાવી અને આજે પણ શેરબજારમાં ખુશીનો માહોલ યથાવત રહ્યો સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1:ગુજરાતમાં આજે BJPના આ 8 ઉમેદવારો ભરશે ફોર્મ, ઉમેદવારી પહેલા કરશે શાહી શક્તિ પ્રદર્શન!
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં સામાન્ય રીતે બન્ને પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો હવે ઉમેદવારોને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હોવાથી તમામ ઉમેદવાર પોતાનું નામાંકન ભરવાના મૂડમાં દેખાઇ રહ્યા છે. આજે ભાજપના 5 ઉમેદવારો વિજયમૂર્હતમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.
વધુ વાંચવા કરો ક્લિક-2: BJPના નેતાનું વિવાદાસ્પદ નિવેદન- સ્કર્ટવાળી બાઇ સાડી પહેરીને મંદિર જવા લાગી
લોકસભા ચૂંટણી 2019ના પહેલાં તબક્કાના મતદાનમાં હવે થોડાંક જ દિવસો બચ્યા છે. ચૂંટણી પ્રચાર જોર પર છે અને આ દરમ્યાન નેતાઓના વિવાદાસ્પદ નિવેદન પણ સતત આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ ફરી એકવખત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લઇ આપત્તિજનક ટિપ્પણી કરી છે. ભાજપ નેતા જયકરણ ગુપ્તા એ કહ્યું કે સ્કર્ટવાળી બાઇ સાડી પહેરીને મંદિરમાં માથું ઝૂકાવા લાગી છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: ચૂંટણીઢંઢેરો રજૂ કરીને કોંગ્રેસ બરાબરની ફસાઇ, BJPને મળી ગઇ જોરદાર ફ્રી હિટ?
લોકસભા ચૂંટણી 2019માં જીતના ઇરાદાથી ઉતરેલી કોંગ્રેસ પાર્ટીએ મંગળવારના રોજ પોતાનું ઘોષણાપત્ર રજૂ કર્યું. આ ઘોષણાપત્ર (ચૂંટણીઢંઢેરો)માં કેટલાંય વચનો આપ્યા છે, જે આવનારા દિવસોમાં ચૂંટણી મુદ્દો બની શકે છે. પરંતુ તેના પર કેટલાંય પ્રકારના પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસે પોતાના ચૂંટણી વચનોને જ પોતાના માટે ચૂંટણી બોમ્બ બનાવી દીધો છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: મોડી સાંજે ગુજરાત કોંગ્રેસે વધુ 4 ઉમેદવારોના નામ પર મારી મહોર, જાણો કોને ક્યાંથી ટિકીટ આપી!
કૉંગ્રેસની ઇલેક્શન કમિટીની ગઇકાલે દિલ્હીમાં મીટિંગમળી હતી. આ બેઠકમાં બાકી રહેલી 12 બેઠકો પર કયા ઉમેદવાર ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અત્યારે કૉંગ્રેસે 4 ઉમેદવારોનાં નામ પસંદ કર્યા છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: ગુજરાતના ‘રૂસ્તમ’ને હાઇકોર્ટમાંથી ઝાટકો, સજા રદ કરવાની અરજી ફગાવી, જાણો સમગ્ર કેસ
પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખીને તેની હત્યા કરવાના ગુનાના આરોપી એવા લશ્કરી જવાને કરેલી જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. નોકરી પર જવાનને હાજર થવા આવેલાં પત્રના કારણે તેને જામીન આપી શકાય નહીં તેવી હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-6: આ બે સીટોનું કોકડું ઉકેલવા અમિત શાહને આજે ગમે તેમ કરીને આવવું પડશે અમદાવાદ!
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર બુધવારે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 25 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બાકી રહેલા અમદાવાદ પૂર્વ મતક્ષેત્ર અને ઊંઝા વિધાનસભામાં ગુંચવાયેલુ કોકડું તેમના આગમન બાદ ઉકેલાય તેવો આશાવાદ સ્થાનિક હોદ્દેદારો વ્યક્ત કરી રહ્યા છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: Coca Colaનું નવું દેશી કોલ્ડડ્રિંક્સ તૈયાર! પતંજલીને આપશે ટક્કર
ઉનાળાની મોસમ પુર બહારમાં ખીલી છે. ત્યારે કોલ્ડડ્રિંક્સ કંપનીઓએ પણ પોતાની કમર કસી છે. બજારમાં વિવિધ કંપનીઓને પહોંચી વળવા અવનવા ફ્લેવર સાથે ઘણી કંપનીઓ બજારમાં નવા ફ્લેવર લોન્ચ કરવા જઇ રહી છે. તાજેકરમાં બજારમાં બધી જ પ્રોડક્ટ પર આયુર્વેદનું જોર વધારે છે. જેથી બધી કંપનીઓ હવે આયુર્વેદ તરફ વળી છે. તેવામાં કોલ્ડડ્રિંકના ઘટતા બિઝનેસથી ચિંતિત કોકાકોલા પોતાની કમાણી વધારવા માટે નવી ફોર્મ્યૂલા લાવી છે. કંપની હવે દેસી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: શેરબજારમાં રેકોર્ડ બ્રેક ઉછાળો, સેન્સેક્સ 39,215 અને નિફ્ટી 11,748 પર ખુલ્યો
આજે પણ શેરબજારમાં ખુશીનો માહોલ યથાવત રહ્યો છે. જેમાં શેરબજારમાં ખુલતાની સાથે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 159.11 અંક એટલે કે 0.41 ટકા વધીને 39,215.76 પર અને નિફ્ટી 35.20 અંક એટલે કે 0.30 ટકા વધીને 11,748.40 પર વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-9:આ કંપનીનો પ્રથમ 5G સ્માર્ટફોન આવતીકાલે થશે લોન્ચ, 4G સ્માર્ટફોન કરતા 20 ગણી વધારે સ્પિડ
Samsung Galaxy S10 5G આવતીકાલે લોન્ચ થશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી MWC2019 માં આ સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો હતો. આ ફોન કંપનીનો પ્રથમ 5 જી સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન આવતીકાલે 5 એપ્રિલથી કોરિયામાં ખરીદી શકાય છે. સેમસંગ કંપની ટેલિકોમ ઓપરેટર્સ સાથે બીજા દેશોમાં પ્રથમ 5જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરવા માટે કામ કરે છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: મહિલા ક્રિકેટ ટીમનો પૂર્વ કોચ તુષાર અરોઠે કોલેજિયનોને સટ્ટો રમાડતાં ઝડપાયો
વડોદરાના અલકાપુરી વિસ્તારના શગુન એક્સોટિકા ખાતે કાફે સ્ટોક એકસ્ચેન્જના આડમાં આઈપીએલની મેચો ઉપર ઓનલાઇન સટ્ટો રમાડવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો . જે સીલસીલામાં મુખ્ય સૂત્રધાર તરીકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને બરોડાની રણજી ટીમમાંથી ફર્સ્ટ ક્લાસ રમી ચૂકેલા તુષાર અરોઠે અને તેમના ભાગીદાર હેમાંગ પટેલની સ્થળ ઉપરથી જ ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post News@12 PM: ગુજરાતમાં આજે BJPના આ 8 ઉમેદવારો ભરશે ફોર્મ સહિતના અગત્યના સમાચાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/3-april-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments