સુરતના સંભવિત કોંગ્રેસ ઉમેદવારને હજી ટિકીટ નથી મળીને ઘર આગળથી ચોરાઇ મોંઘીદાટ કાર, પછી…!
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ભારે રસાકસી દેખાઇ રહી છે. ભાજપે અત્યાર સુધી 26માંથી 25 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, પરંતુ કોંગ્રેસ હજી 8 ઉમેદવારોમાં અટકી છે. ત્યારે હાલ સુરત કોંગ્રેસના સંભવિત ગણાતા ઉમેદવાર અશોક અધેવાડાને ટિકીટ પહેલા ખરાબ સમાચાર મળી રહ્યા છે. અહીં તેમના ઘર આગળથી ફોર્ચ્યુનર કારની ચોરી થઇ ગઇ છે. સદ્દનસીબે કાર ચોરી થયા બાદ થોડા સમયમાં મળી પણ આવી હતી.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે સુરત બેઠકના સંભવિત ગણાતા કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડા જાગ્યા તો તેમના ઘર આગળ પાર્ક કરાયેલી ફોર્ચ્યુનર કાર દેખાઇ નહોતી, જેના કારણે તેમને કાર ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં તપાસ કરતા કાર મળી ન આવતા અશોક અધેવાડે કાર ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
અશોક અધેવાડે કાર ચોરીની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. પોલીસે કારની અંદર લાગેલા GPS સિસ્ટમની મદદથી તપાસ કરતા કારનું લોકેશન કલોલના છત્રાલ નજીક મળી આવ્યું હતું. પોલીસને કારનું લોકેશન મળતા કાફલા સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને કાર પર કબજો મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અવાર નવાર નેતાઓના ઘરે ચોરી થવી સામાન્ય વાત બની ગઇ છે. લૂંટારુંઓ હવે જાહેર જનતાને છોડી રાજનેતાઓને પોતાના નિશાન બનાવવા માંડ્યા છે, ત્યારે આજની ઘટના પોલીસ માટે ઘણું બધું કહી જાય છે. તમને ખબર હોય તો થોડા દિવસ પૂર્વ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાના ઘરેથી પણ ચોરી થઈ હતી અને શંકરસિંહ વાઘેલાએ ચોરીની ફરિયાદમાં ચોકીદાર પર શંકા વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સુરતના સંભવિત કોંગ્રેસ ઉમેદવારને હજી ટિકીટ નથી મળીને ઘર આગળથી ચોરાઇ મોંઘીદાટ કાર, પછી…! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ashok-adhwals-fortuner-stolen-surat-congress-leader/
via Best Gujarati News
0 Comments