સ્કૂલમાં શિક્ષકની ખોફનાક હરકત, 23 બાળકોને આપી દીધું ઝેર
શિક્ષણજગતને હચમચાવતી ઘટના સામે આવી છે. ચીનના હેનાન પ્રાંતમાં એક શિક્ષકે ખોફનાક વારદાતને અંજામ આપ્યો છે. કિંડરગાર્ટનના એક શિક્ષકે 23 બાળકોને નાઇટ્રેટના રૂપમાં ઝેર આપી દીધું. ત્યારબાદ પોલીસે આરોપી શિક્ષકને કસ્ટડીમાં લઇ લીધા છે. જ્યારે જિઆઓજુઓના મેંગમંગ કિંડરગાર્ટનના પીડિત બાળકોને બેભાન અવસ્થા અને ઉલટી બાદ દાખલ કરાયા છે.
સ્ટેટ મીડિયાના મતે કેસ જિઆઓજુઓના મેંગમેંગ કિંડરગાર્ટનનો છે. એક રિપોર્ટ અનુસાર સ્થિતિમાં સુધારો થયા બાદ મોટાભાગના બાળકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ તેમ છતાંય બાળક અને તેમના પરિવારવાળા આ ઘટનાથી આઘાત લાગ્યો છે.
ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે એક બાળકના પરિવારજનોએ કહ્યું કે તેમને કિંડરગાર્ટનના એક શિક્ષકે ફોન કરી કહ્યું કે તેમના બાળકે કંઇક ખાઇ લીધું છે. ત્યારબાદ તેને ઉલટી કરી અને બેભાન થઇ ગયો છે. આ પરિવારજનોએ કહ્યું કે ત્યાં પહોંચવા પર તેમને તેમના બાળક બેભાનઅવસ્થામાં જોવા મળ્યા. તેમની પેન્ટ ઉલટીથી ભરેલું હતું. તો કેટલાંક બાળકો ઉલટી કરી રહ્યા હતા અને પીળા પડી ગયા હતા. બાળકોને જેમતેમ કરી હોસ્પિટલમાં દાખલ કરાયા. તપાસમાં ખબર પડી કે બાળકોને નાઇટ્રેટ તરીકે ઝેરીલો પદાર્થ ખાવામાં ભેળવાયો હતો.
નાઇટ્રેટ એક કાર્સીનોજેન અને હેવી મેટલ હોય છેસ જે ભૂલથી ખાવાથી તેની ખરાબ અસર લિવર પર પડે છે. તમામ પીડિત બાળકો એક જ ગ્રેડના છે. આ તમામે દલિયો ખાધો હતો, જેનો સ્વાદ મીઠો હોવાની જગ્યાએ નમકીન હતો.
પોલીસને તપાસમાં ખબર પડી કે કિંડરગાર્ટનના એક શિક્ષકે બાળકોને દલિયામાં નાઇટ્રેટ મળ્યું હતું. તેના લીધે બાળકો બીમાર પડ્યા હતા. રિપોર્ટના મતે જિઆયોજુઓમાં સ્થાનિક જન સુરક્ષા બ્યુરોએ શિક્ષકને કસ્ટડીમાં લઇ લીધી છે. તેની પૂછપરચ્છ કરાઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સ્કૂલમાં શિક્ષકની ખોફનાક હરકત, 23 બાળકોને આપી દીધું ઝેર appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/kindergarten-teacher-in-china-arrested-for-allegedly-poisoning-pupils-porridge/
via Best Gujarati News
0 Comments