પુલવામા હુમલા બાદ ભારતના લોબિંગના કારણે પાકિસ્તાનને આતંકવાદ વિરોધી ગતિવિધિઓ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા ફાઈનાન્સિલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પોતે આ વાત કહી હતી.

કુરેશીએ જણાવ્યું હ્તું કે, જો પાકિસ્તાનને FATFની યાદીમાં બની રહેશે તો તેને વાર્ષિક 10 અબજ ડોલરનું નુંકશાન થઈ શકે છે.

પેરિસના FATFએ ગત વર્ષે જૂનમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યું હતું. આ યાદીમાં એ દેશનો સમાવેશ કરવામાં આવે છે, જે મની લોન્ડ્રીંગ તથા આતંકવાદનો સામનો કરવા માટે નબળા સાબિત થાય છે. FATF આતંકવાદના વિત્તપોષન અને મની લોન્ડ્રીંગ પર અંકુશ રાખવાનું કામ કરી રહ્યું છે. તેને પાકિસ્તાનને દેશમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના પરિચાલનનું નવેસરથી અવલોકન કરવાનું કહ્યું હતું.

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પર અંકુશ લગાવવા માટેનું ખુબ જ આંતરરાષ્ટ્રીય દબાણ ઉભુ કરવામાં આવ્યું છે. કુરેશીએ જણાવ્યું હતું કે, વિદેશ વિભાગ જો પાકિસ્તાનને FATF બ્લેક લિસ્ટ જાહેર કરશે તો કેટલું આર્થિક નુંકશાન થશે તેનો અંદાજ લગાવી રહ્યું છે. પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવાને લઈને ભારત લોબિંગ કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, સરકારનું અનુંમાન છે કે જો FATFએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખ્યું તો તેને વાર્ષિક 10 અબજ ડોલરનું નુંકશાન થઈ શકે છે.

જો આમ થશે તો પહેલાથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ભારતના આકરા દબાણથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન, થઈ શકે છે કરોડો ડોલરનું નુંકશાન appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/india-should-not-delay-opening-of-kartarpur-corridor-foreign-minister-shah-mehmood/
via Best Gujarati News