ભારતે તોડેલા ઉપગ્રહના ભંગારના કારણે સ્પેસ સ્ટેશન પર જોખમ સર્જાયું : નાસા
। વોશિંગ્ટન ।
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના વડાએ ભારત દ્વારા કરાયેલી સ્પેસ સ્ટ્રાઇકને ભયાનક બાબત ગણાવી છે. નાસાના વડા જિમબ્રિડનસ્ટાઇને જણાવ્યું હતું કે, ભારતે અંતરિક્ષની લોઅર ઓર્બિટમાં મિસાઇલ દ્વારા તોડી પાડેલા સેટેલાઇટને કારણે ભંગારના ૪૦૦ ટુકડા ભ્રમણકક્ષામાં સર્જાયા છે જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન અને તેમાં રહેલા અંતરિક્ષયાત્રીઓ માટે નવા ભય સર્જાયા છે. ભારતના પરીક્ષણ બાદ જિમે નાસાના કર્મચારીઓેને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અમે હજુ ભંગારના બધા ટુકડા શોધી શક્યા નથી. અમે અત્યારે શોધી શકાય તેવા ભંગારના મોટા ટુકડાની શોધ ચલાવી રહ્યાં છીએ. અમે ૧૦ સેમી અથવા તેથી મોટા ટુકડાઓની વાત કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં અમે ભંગારના આ પ્રકારના ૬૦ ટુકડા શોધી નાખ્યાં છે. ભારતે ૩૦૦ કિમીના અંતરે આવેલી ભ્રમણકક્ષામાં મોટાભાગના ઉપગ્રહો અને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની નીચે આ સેટેલાઇટ તોડી પાડયો હતો. જિમે જણાવ્યું હતું કે, ભંગારના ૨૪ ટુકડા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પણ ઉપર ગયાં છે.
જિમે જણાવ્યું હતું કે, આ ઘણી ભયાનક બાબત છે. ભારતે કરેલા પરીક્ષણના કારણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પણ ઉપર સુધી ભંગારના ટુકડા ગયાં છે. આ પ્રકારની પ્રવૃતિ ભવિષ્યની માનવ સ્પેસ ફલાઇટ સાથે મેળ ખાતી નથી. આ તદ્દન અસ્વીકાર્ય બાબત છએ અને નાસાએ ભારત દ્વારા કરાયેલા પરીક્ષણની કેવી અસરો થઇ શકે છે તે અંગે સંપુર્ણ સ્પષ્ટતા કરવાની જરૂર છે.
બીજી તરફ ભારતે જણાવ્યું કે, આ માત્ર એક પ્રોપેગેન્ડા છે. ડીઆરડીઓના પૂર્વ વડા સારસ્વતે જણાવ્યું કે, ભારત દ્વારા સધાયેલી પ્રગતિ અમેરિકા સીધી રીતે સ્વીકારી શકતું નથી તેથી આવી વાતો કરે છે. આ તેની પદ્ધતિ છે. આપણા ASAT દ્વારા જે ઓબ્જેક્ટ તોડવામાં આવ્યા છે તેમાં એટલી ગતી જ નથી કે તેઓ લાંબો સમય સુધી અવકાશમાં ટકી શકે. નાસા નાહકનો ઉહાપોહ કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ભારતે તોડેલા ઉપગ્રહના ભંગારના કારણે સ્પેસ સ્ટેશન પર જોખમ સર્જાયું : નાસા appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/india-broken-satellite-space/
via Best Gujarati News
0 Comments