પ્લાસ્ટિકનો વિકલ્પ બની શકે છે સાબુદાણા
ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી લગભગ ૩૦ કિલોમીટર દૂર છે તાંગરંગ લેન્ડફિલ. કચરાનો ઢગલો અહીં ૩૫ હેક્ટરમાં ફેલાયેલો છે. ૩૬ ડિગ્રી સેલ્સિયસની ગરમીમાં તેની દુર્ગંધ ભયાનક હોય છે. પરંતુ એમ છતાં લોકો અહીં કચરો વણવા આવે છે. દરેક દિવસ અહીં ૧,૫૦૦ ટન કચરો આવે છે, જેમાં ૧૫થી ૨૦ ટકા પ્લાસ્ટિક હોય છે. સુગિઆતો તાનદિયોએ આ પ્લાસ્ટિકના કચરાની વિરુદ્ધ સંઘર્ષ છેડયો છે. એ કચરાના એ ઢગલાને ઓછો કરવા ઇચ્છે છે અને તે માટે તેમણે ગ્રીનહોપ નામની સંસ્થા બનાવી છે. તેઓ કહે છે કે ઇન્ડોનેશિયામાં પ્લાસ્ટિકની રિસાઇક્લિંગ રેટ આઠ ટકા છે. દુનિયાભરમાં પ્લાસ્ટિકની રિસાઇક્લિંગની સરેરાશ લગભગ ૧૫ ટકા છે, તેથી અમારા માટે આગળનો માર્ગ હજુ ઘણો લાંબો છે. ઇન્ડોનેશિયામાં કેટલીય નાની મોટી ચીજો, મતલબ કે દવા પ્લાસ્ટિકમાં પેક રહે છે. પેકેજિંગ જ કચરાનો બહુ મોટો સ્રોત છે. આ પ્લાસ્ટિક કચરાને પ્રાકૃતિક રીતે વિઘટિત થાય તેમાં ઓછામાં ઓછા ૫૦૦ વર્ષ લાગે છે. પર્યાવરણ માટે આ કોઇ આપત્તિથી ઓછું નથી. સુગિઆતો પ્લાસ્ટિકનો એવો વિકલ્પ રજુ કરવા ઇચ્છે છે, જે આરામથી વિઘટિત થઇ જાય. તેઓ કહે છે કે, ઉપાય એ થઇ શકે કે પેકેજિંગવાળા બધા પ્લાસ્ટિકને ડિગ્રેડેબલ બનાવાય.
સાબુદાણા કસાવાના છોડમાંથી બને છે
સુગિઆતોએ વિકલ્પો શોધવા લાંબું સંશોધન કર્યું છે. તેમની કંપની ગ્રીનહોપ જૈવિક રીતે વિઘટિત થતું પોલીમર ટાપિયોકા એટલે કે સાબુદાણામાંથી બનાવી રહી છે. પ્રોસેસિંગ બાદ તેને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ઉપયોગ થઇ શકે છે. સાબુદાણા કસાવાના છોડમાંથી બને છે, જે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના ટ્રોપિકલ વિસ્તારોમાં ઉગાડાય છે. સુગિઆતો જણાવે છે કે, કસાવાનો છોડ જમીનની નીચે વિકસે છે. કાપણી દરમિયાન તેને ફક્ત ઉપર ખેંચવો પડે છે. પ્રકાંડને કાઢવામાં આવે છે, તે સ્ટાર્ચનો સ્રોત છે. ઉપરનું પ્રકાંડ એ બાદ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે તેનો ઉપયોગ પણ સારો લાગે છે.
વિકાસશીલ દેશમાં પ્લાસ્ટિકના વિકલ્પની કિંમત પણ મહત્ત્વની
ઇન્ડોનેશિયા જેવા વિકાસશીલ દેશમાં પ્લાસ્ટિકના વિકલ્પની કિંમત પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. ગ્રીનહોપની સામે પણ એ પડકાર છે. સુગિઆતો અને તેમના પાર્ટનર ટોમી ઇચ્છે છે કે પર્યાવરણ સંબંધી ચિંતાઓ અને આર્થિક હિતોની વચ્ચે સામંજસ્ય બેસાડી શકાય. ટોમીનું કહેવું છે કે પ્લાસ્ટિક ભલે નજરથી દૂર થઇ જાય, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ખતમ થઇ ચૂક્યું છે. કદાચ, તે ક્યાંક સમુદ્રની ઊંડાઇમાં છે, ક્યાંક તરી રહ્યું છે, ક્યાંક લેન્ડફિલમાં છે. આપણે અર્થશાસ્ત્ર અને કાર્યકુશળતાથી તો સંકળાયેલા છે, પરંતુ આપણે ક્યારેય આ ચીજોની પર્યાવરણીય કિંમત ચૂકવતા નથી.
૯૦ ટકા પ્લાસ્ટિક તો ખનિજ તેલમાંથી જ મળે
૯૦ ટકા પ્લાસ્ટિક કાચા તેલમાંથી મળે છે. એ પર્યાવરણ માટે બિલકુલ સારું નથી. જો પ્લાસ્ટિકની સમસ્યાને પહોંચી નહીં વળાય તો આવનારી પેઢીને તેની કિંમત ચૂકવવી પડશે. ફક્ત ઇન્ડોનેશિયા જ નહીં, પરંતુ આખી દુનિયાને તત્કાળ કોઇ પગલાં ભરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પ્લાસ્ટિકનો વિકલ્પ બની શકે છે સાબુદાણા appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/plastic-option-be-sha/
via Best Gujarati News
0 Comments