લો બોલો! કોર્પોરેટર, MLA-MPની ઓફિસોનો કોમર્શિયલ પ્રોપર્ટીમાં ટેક્સ વસૂલાતો જ નથી!
AMCમાં નાગરિકો અને નેતાઓના સંદર્ભમાં બેવડા માપદંડ છે. સામાન્ય નાગરિકોને પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ઉપર ૧૮ ટકા વ્યાજ વસુલાત કરાય છે. જ્યારે બીજી તરફ નેતાઓને પ્રોપર્ટી ટેક્સમાં અપાતી વિશેષ છુટ યથાવત છે.
જો સામાન્ય નાગરિક તેમના નિવાસસ્થાને કે રહેણાંકની મિલકતનો કોમર્શીયલ ઉપયોગ કરે તો તેઓએ બમણો ટેક્સ ભરવો પડે છે પણ નેતાઓ તેમની રહેણાંકની મિલકતનો કોમર્શીયલ ઉપયોગ કરે તો તેમનો કોમર્શીયલ પ્રોપર્ટી ટેક્સ વસુલાતો નથી.
સુત્રો કહે છે કે, વર્ષ ૨૦૦૪ની આસપાસ શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરો, ધારાસભ્યો અને સંસદસભ્યો માટે પ્રોપર્ટી ટેક્સમાં છુટ આપતા ઠરાવ મુજબ જો ચૂંટાયેલા કોર્પોરેટર, ધારાસભ્યો કે કોર્પોરેટરો રહેણાંકની મિલકતમાં કોમર્શીયલ ઉપયોગ કરે તો પણ તેમનો રહેણાંકનો ટેક્સ વસુલાય છે.
જ્યારે તેમની કોમર્શીયલ મિલકતમાં તેઓ ઓફિસ કરે તો પણ તેનો રહેણાંકનો ટેક્સ વસુલાય છે એટલે કે, તેમને ૫૦ ટકા જેટલી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં જો કોર્પોરેટરની ૨૫ ચો.મી. સુધીની ઓફિસ, ધારાસભ્યોની ૪૦ ચો.મી. સુધીની ઓફિસ કે પછી સંસદસભ્યોની ૫૦ ચો.મી. સુધીની ઓફિસ હોય તો તેનો કોમર્શીયલ પ્રોપર્ટી ટેક્સ વસુલાતો નથી તેમને ૫૦ ટકા રાહત આપી તેનો રહેણાંકનો ટેક્સ વસુલવામાં આવે છે.
શહેરમાં કોઇપણ મિલકતનો રહેણાંકનો ટેક્સ ૧૦૦૦ રૂપિયા આવતો હોય પણ તેનો કોમર્શીયલ ઉપયોગ કરાય તો તેનો ટેક્સ ૨૦૦૦ હજાર રૂપિયા એટલે કે, બમણો થઇ જાય છે પણ નેતાઓને આ નિયમ લાગૂ પડતો નથી જેથી તેમની ઓફિસનો રહેણાંકનો ટેક્સ વસુલાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લો બોલો! કોર્પોરેટર, MLA-MPની ઓફિસોનો કોમર્શિયલ પ્રોપર્ટીમાં ટેક્સ વસૂલાતો જ નથી! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/corporator-does-not-recover-commercial-property-taxes-of-mla-mp-offices/
via Best Gujarati News
0 Comments