કોંગ્રેસના ઉમેદવારોને આકર્ષવાનો ભાજપનો નવો કીમિયો, 60 લાખ સામે મળશે દોઢથી બે કરોડ!
લોકસભાની ચૂંટણી લડવા ફંડ કેટલું જોઇએ ? ચૂંટણી પંચે ૭૦ લાખના ખર્ચની મર્યાદા બાંધી છે, પરંતુ એટલા ભંડોળમાં ચૂંટણી લડાતી નથી.
ગુજરાતમાં કોંગ્રેસના પ્રત્યેક ઉમેદવારને ચૂંટણી લડવા સત્તાવાર રીતે રૂ. ૬૦ લાખ આપવામાં આવ્યા છે અને બાકીની રોકડ રકમ ટૂંક સમયમાં પહોંચતી થવાની છે, એવી જ રીતે ભાજપ દ્વારા પ્રત્યેક ઉમેદવારની તથા સીટની સ્થિતિ મુજબ દોઢથી બે કરોડનું ભંડોળ અપાઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
બંને હરીફ રાજકીય પક્ષો તરફથી ઉમેદવારો સ્પષ્ટ થયા બાદ ચૂંટણી ફંડની વહેંચણી શરૂ થઇ છે. જેમાં સત્તાવાર ભંડોળ ઉમેદવારોના ખાતામાં ટ્રાન્સફર થઇ રહ્યું છે, જ્યારે અન્ય રકમ કેશમાં મોટાભાગે આવતા અઠવાડિયે અપાશે તેમ જણાવાઇ રહ્યું છે.
રાજ્યમાં લોકસભાની એક પણ બેઠક અત્યારે ના હોઇ કોંગ્રેસે આ વખતે પ્રત્યેક ઉમેદવારને એક સરખું ફંડ આપવાનો નિર્ણય કર્યો છે, બીજી તરફ, ભાજપના મોવડીઓ હંમેશની માફક આ વખતેય ચાલાકીપૂર્વક ફંડની વહેંચણી કરી રહ્યાં છે, નિશ્ચિત અને સલામત ગણાતી બેઠકો ઉપર ઉમેદવારની સધ્ધરતાના આધારે ફંડ અપાશે. જે ઉમેદવારો ત્રીજી ટર્મ માટે લડી રહ્યા છે, તેમને ઓછું ભંડોળ આપવાનો માપદંડ રખાયો છે.
અમદાવાદમાં ભાજપના ધારાસભ્યોને કાર્યકરોના નાસ્તા-પાણી માટે છેલ્લા ચાર દિવસમાં બબ્બે લાખ વહેંચાયાનું કહેવાય છે. બંને પક્ષો તરફથી છૂટથી ચૂંટણી સાહિત્ય, પત્રિકાઓ, ટોપી-ખેસ-પતાકા-ઝંડીઓ- બેનર્સ વગેરેનું વિતરણ દરેક ઉમેદવારને તથા જિલ્લા એકમને પહોંચતું થઇ ગયું હોવાનું પણ જણાવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગ્રેસના ઉમેદવારોને આકર્ષવાનો ભાજપનો નવો કીમિયો, 60 લાખ સામે મળશે દોઢથી બે કરોડ! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/each-congress-candidate-will-get-60-lakh-bjp-will-give-one-to-two-to-two-crore/
via Best Gujarati News
0 Comments