ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે
શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે આગામી 26મીના રોજ લેવાનાર ગુજકેટ વિષયોની પરીક્ષાનો સમય જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ વખત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન હોલ ટિકિટ આપવામાં આવનાર છે.
બોર્ડ સિવાય એસીપીસી દ્વારા વિદ્યાર્થીઓના લાભાર્થે ઓલ્ડ અને ન્યુ સિલેબસના પેપર એસીપીસીની સાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે. જેઈઈ-મેઈનમાં આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારપછી વિદ્યાર્થીઓ ગુજકેટની તૈયારીમાં વ્યસ્ત બની જશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26-4ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ માટે એ ગ્રુપમાં 56,913, બી ગ્રુપમાં 77,478, એ-બી ગ્રુપમાં 455 મળી કુલ 1,34,846 વિદ્યાર્થીઓ નોંધાયા છે. 26મી એપ્રિલે ફિઝીક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સવારે 10 થી 12માં લેવાશે. બાયોલોજીનું પેપર બપોરે 1 થી 2માં લેવાશે. મેથ્સનું પેપર બપોરે 3 થી 4માં લેવાશે.
બોર્ડ દ્વારા પ્રથમ વખત વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ઓનલાઈન આપવામાં આવશે. બે-ચાર દિવસમાં બોર્ડ દ્વારા વેબસાઈટ પર હોલ ટિકિટ અપલોડ થાય પછી વિદ્યાર્થીઓ પોતાની રીતે ડાઉનલોડ કરી શકશે. સ્કૂલો પણ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી શકશે. ગત વર્ષ સુધી બોર્ડ પ્રિન્ટ કરીને હોલ ટિકિટ દરેક જિલ્લામાં પહોંચાડતું હતું તે હવે બંધ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujcet-examination-program-will-be-able-to-download-public-student-hall-tickets/
via Best Gujarati News
0 Comments