ઘાટલોડીયાના નયનરમ્ય એપાર્ટમેન્ટમાં ગત મંગળવારે પત્નીને બ્લેડનો ઘા મારી આઈટી એન્જિનિયર પતિ અને સાસુ ફરાર થઈ ગયા હતા.મુંબઈમાં બેઠેલા ભાઈએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન કર્યો હતો.પોલીસે સમયસર પહોંચીને મહિલાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી.

મહિલાનો ભાઈ અગાઉ બેન-બનેવી વચ્ચે સમાધાન કરાવવા આવ્યો હતો. જે મુદ્દે નારાજ પતિએ પત્નીને ધમકી આપી કે, તારો ભાઈ ફરી આવશે તો તને મારી નાંખી તારી લાશ સળગાવી દઈશ.

ઘાટલોડીયા નયનરમ્ય એપાર્ટમેન્ટમાં રહેતી એક્તા નિરલ પટેલ (ઉં,૩૦)એ તેના પતિ નિરલ,સાસુ ભાવનાબહેન અને સસરા રાજેશ પટેલ વિરૂદ્ધ મંગળવારે બપોરે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મૂજબ ત્રણ વર્ષ પહેલા ભાઈના મિત્ર નિરલ સાથે પ્રેમ થતાં લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ સાસુ,સસરા અને પતિ વિઝા કન્સ્લટન્સીની ઓફીસ કરવા માટે રૂ.૧૨ લાખ તારા ભાઈ પાસેથી લઈ આવ તેમ કહેતા હતા. દર મહિને એક્તાને રૂ.૨૦ હજાર આપવા પડતા હતા.અગાઉ પણ એક્તાએ સાસરિયાના ત્રાસ અંગે અગાઉ પણ પોલીસમાં ફરિયાદ કરી હતી.પોલીસે કાર્યવાહી કરી હતી. ગત ૧ એપ્રિલે એક્તા તેના ભાઈને મળવા મુંબઈ ગઈ હતી.

જે મંગળવારે પરત આવી ત્યારે સાસુએ રૂ.૧૨ લાખ લાવી તેવો સવાલ કર્યો હતો. એક્તા પર પતિએ બ્લેડથી હુમલો કરતા જમણા હાથે કાંડામાં ઈજા થઈ હતી. પોલીસે પરિણીતાની સારવાર કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઘાટલોડિયામાં IT એન્જિનિયર પતિ અને સાસૂ બન્યા હેવાન, પત્નીને બ્લેડો મારી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ghatlodia-it-engineer-husband-and-mother-in-law-bludgeoning-wife/
via Best Gujarati News