ચૂંટણી પંચ કાગનો વાઘ પુરવાર થઇ રહ્યું છે. એની આચારસંહિતાની ધજ્જિયાં ઉડાવનારા નેતાઓ સામે એ પગલાં લેતાં ગભરાય છે અને બહુ દબાણવશ પગલાં લે છે તો એ હાસ્યાસ્પદ બની રહ્યાં છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના કિસ્સામાં આ બાબત જોઇ શકાય છે.

સુરતમાં રવિવારે કોંગી કાર્યકરોને જાહેરમાં હરામજાદા કહેનારા જીતુ વાઘાણીના આ ઉચ્ચારણથી આચારસંહિતાનો ભંગ ના થતો હોવાનો બીજીવાર પણ સુરતના આર.ઓે. દ્વારા રિપોર્ટ થતાં, આ કિસ્સામાં કોઇ પણ પગલાં લીધા વિના કેસ બંધ કરાયો છે.

જ્યારે મધુ શ્રીવાસ્તવે ભાજપની તરફેણમાં મતદાન નહીં કરનારા મતદારોને જોઇ લેવાની આપેલી ધમકી સંદર્ભમાં ચૂંટણી પંચ તરફથી એ રીતે ચેતવણી આપીને કેસ બંધ કર્યો છે કે, ‘અત્યંત કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવે છે કે, ભવિષ્યમાં આ પ્રકારની વાણી અને વર્તન પુનરાવર્તન ના કરવું અને ભાષણની સ્ક્રિપ્ટ ચકાસીને જાહેરમાં બોલવા કડક શબ્દોમાં આપને ચેતવણી આપવામાં આવે છે.’

મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરાશે : ભાજપ પ્રભારી માથુર

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં જ જાહેરસભામાં મતદારોને ઠેકાણે પાડી દેવાની ધમકી ઉચ્ચારી હતી. વાઘોડિયાના આ વગોવાયેલા ધારાસભ્યના નિવેદન ઉપર ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુરે જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરાશે. તેમણે એવું પણ કહ્યું કે, તમામ નેતાઓએ ભાષાની મર્યાદા રાખવી જોઈએ. પાર્ટી હાઈકમાન્ડે વાતને ગંભીરતાથી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચૂંટણી પંચ કાગનો વાઘ, BJPના જીતુ વાઘાણીનો સુરતમાં રિટર્નિંગ ઓફિસરે જ બચાવ કર્યો! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/surat-bjps-jitu-vagani-rescued-only-by-returning-officer/
via Best Gujarati News