8 વર્ષની માસૂમ બાળા સાથે અડપલાં કરવું વૃદ્વાને ભારે પડ્યું, કોર્ટે ફટકારી એવી સજા કે…
ચંડોળા તળાવ પાસે આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ૭૦ વર્ષના વૃધ્ધને પોકસોના ખાસ જજ વિનોદભાઈ જે.કલોતરાએ ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા અને ચાર હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
જયારે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સિસ એકટ-૨૦૧૨ (પોકસો) એકટ અન્વયે એક લાખ રૂપિયા વળતર રાજય સરકારે ચુકવવાના રહેશે આ ચુકાદની નકલ અમદાવાદ જિલ્લા કલેકટરને મોકલી આપવા જણાવ્યું છે.
ગત તા.૨૯-૩-૨૦૧૭ના રોજ સાંજે આઠ વર્ષની બાળકી ચંડોળા તળાવ પાસે આવેલી સોસાયટીમાંથી ગોળી બિસ્કીટ લેવા નીકળી હતી તે વખતે આરોપી ગુલામકાદર જલાલીએ તેનીને લલચાવી ફોસલાવીને અડપલા કર્યા હતા. પછી આરોપીએ બાળકીને કહ્યુ કે, આ વાતની જાણ કોઈને કરીશ તો તારા માતા-પિતાને પોલીસમાં પકડાવી દઈશ તેવી ધમકી આપી હતી.
ભોગ બનેલી બાળકીની માતાને જાણ થતા તેમને ઈસનપુર પોલીસમાં ફરિયાદ કરી હતી.જેના આધારે પોલીસે આરોપી ગુલામકાદર જલાલીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું.
સરકારી વકીલ નીલેશ લોધાએ ૧૫ સાક્ષીઓ અને ૨૪ સાક્ષીઓની જુબાનીના આધારે કેસ પુરવારને કોર્ટને જણાવ્યું કે, આઠ વર્ષની બાળકી ભોગ બની છે,જયારે આરોપી ગુલામકાદરની ઉંમર ૭૦ વર્ષની છે.બાળકીએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં આરોપીનો સ્પષ્ટ ઉલ્લેક કર્યો હતો.
આમ આરોપી સામે ગુનો પુરવાર થયો છે ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને વધુમાં વધુ સજા કરવી ન્યાયહિતમાં જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 8 વર્ષની માસૂમ બાળા સાથે અડપલાં કરવું વૃદ્વાને ભારે પડ્યું, કોર્ટે ફટકારી એવી સજા કે… appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/eight-year-old-teenager-with-ten-years-of-imprisonment/
via Best Gujarati News
0 Comments