જો તમે ડિઝનીની એનિમેટેડ ફિલ્મોનાં શોખિન છે તો તમારા માટે એક ખુશખબરી છે. કેમકે આ ફિલ્મ ‘ધ લાયન કિંગ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ આવતા જુલાઈ મહીનામાં રિલીઝ થવાની છે. આનું પહેલું ફુલ ટ્રેલર હાલમાં યુટ્યુબ પર આવ્યુ છે. આ પહેલા ગયા વર્ષે તેનું ટીઝર આવ્યુ હતુ જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યુ છે.

ટ્રેલરમાં સિંબાના પિતા મુફ્સા, અંકલ સ્કાર, રફીકી અને ટિમોન તેમજ પુંબા જોવા મળ્યા હતા. ટ્રેલરમાં સોન્ગ ‘ઈન ધ જંગલ’નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેલરમાં જુની ફિલ્મનો ટચ આવે છે.

જુઓ આ ફિલ્મનું ટ્રેલર.

આ ફિલ્મમાં ડોનાલ્ડ ગ્લોવર, સેથ રોજેન, જેમ્સ અર્લ જોન્સ, બેયોન્સી, એરિક આંદ્રે જેવા સિતારાઓએ પોતાનો અવાજ આપ્યો છે. ભારતમાં આ ફિલ્મ હિંદી, તમિલ અને તેલુગૂમાં પણ રિલીઝ થશે. હિંદી ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યુ હતુ જેમાં કબીર બેદીએ પોતાનો અવાજ આપ્યો હતો.

The Lion King એક એવી ફિલ્મ છે જેને જોવી નાનેરા મોટેરા સૌને ગમશે. એનિમેટડ ફિલ્મ હોવાથી બાળકોને આ ફિલ્મ વધારે ગમશે. આ ફિલ્મ 19 જુલાઈએ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગઝબનું ટ્રેલર છે The Lion King ફિલ્મનું, શું તમે જોયુ? appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/watch-the-lion-king-official-trailer/
via Best Gujarati News