હોલીવુડની ફિલ્મોમાં ઐશ્વર્યા કરશે કમબેક, શરૂ કરી તડામાર તૈયારીઓ
ઐશ્વર્યા રાય બચ્ચનના પ્રશંસકો માટે સારા સમાચાર છે. એક રિપોર્ટસ અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચન હોલીવુડ ફિલ્મોમાં કમબેક કરવાની છે. સમાચાર મળી રહ્યાં છે કે ઐશ્વર્યા રાય બચ્ચનને હોલીવુડની ફિલ્મ ઓફર કરવામાં આવી છે. એકટ્રેસે હોલીવુડ પ્રોજેક્ટને હેંડલ કરવા માટે ટીમને હાયર કરી છે. હોલીવુડમાં પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ આવે તે પહેલા એશ્વર્યા એક જાણીતું નામ હતી. ઐશ્વર્યાએ અત્યાર સુધીમાં હોલીવુડમાં 5 ફિલ્મોમાં કામ કર્યુ છે.
ઐશ્વર્યાની હોલીવુડની ફિલ્મો બ્રાઈડ એંડ પ્રિઝુડિસ, ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસેઝ, પ્રોવોક્ડ, ધ લાસ્ટ લીઝન અને ધ પિંક પૈંથર-2માં સારૂ કામ કર્યુ છે. બોલીવુડથી લઈને હોલીવુડ સુધી ઐશ્વર્યા રાય બચ્ચન આજે એક આંતરરાષ્ટ્રીય ચહેરો બની ચુકી છે.
ઐશ્વર્યા છેલ્લે બોલીવુડમાં ફિલ્મ ફન્ને ખાં (2018)માં રાજકુમાર રાવ અને અનિલ કપુર સાથે નજરે ચડી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ઉકાળી શકી ન હતી. આ પહેલાં એશ્વર્યાએ એ દિલ હે મુશ્કિલ (2016)માં પોતાનો દમદાર અભિનય અને શાનદાર લુકથી લોકોના દિલ જીત્યાં હતા.
જો કે ઐશ્વર્યાએ પતિ અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ગુલાબ જામુનનો ઉલ્લેખ પણ કર્યો હતો. ફિલ્મ અંગે કોઈ તાજા સમાચાર આવ્યા નથી. એવી પણ અટકળો વહેતી થઈ છે કે મણિરત્નમે તેને સસરા અમિતાભ બચ્ચન સાથે તેની આગામી ફિલ્મ માટે સાઈન કરી લીધી છે, જેની અધિકારિક ઘોષણા હજુ કરવામાં આવી નથી.
એક રિપોર્ટ અનુસાર ઐશ્વર્યા હોલીવુડ પ્રોજેક્ટને લઈને ઈંટરેસ્ટેડ છે અને તેને અનુરૂપ પેપર વર્ક હાલ પ્રક્રિયામાં છે. જો બધુંજ બરાબર ચાલ્યુ તો આ વર્ષનાં અંત સુધીમાં ફિલ્મની ઘોષણા કરવામાં આવશે. ઐશ્વર્યાએ હોલીવુડ ફિલ્મોની સાથે ડીલ કરવાની મદદ માટે એક ટીમની રચના કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હોલીવુડની ફિલ્મોમાં ઐશ્વર્યા કરશે કમબેક, શરૂ કરી તડામાર તૈયારીઓ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/aishwarya-rai-bachchan-soon-to-be-seen-in-her-next-hollywood-film-team-hired/
via Best Gujarati News
0 Comments