KKRvsRRની મેચમાં અજીબ રીતે આઉટ થયો બેટ્સમેન, અમ્પાયરે આપી દીધો ચોગ્ગો
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મેચમાં રિયાન પરાગે પોતાની ટીમને જીત સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 175 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની જીતમાં રિયાન પરાગે ઉપયોગી રન ફટકાર્યા, પરંતુ 19મી ઑવરમાં તેની વિકેટ પડતાની સાથે જ મેદાન પર ડ્રામા સર્જાયો હતો અને તેને આઉટ આપવાની જગ્યાએ અમ્પાયરે ચોગ્ગાનો ઇશારો કર્યો હતો.
રાજસ્થાનની બેટિંગમાં 19મી ઑવર આન્દ્રે રસેલ ફેંકી રહ્યો હતો. પહેલા 3 બૉલ પર રિયાને જોફ્રા આર્ચર સાથે 3 સિંગલ લીધા. આ સમયે ટીમને જીત માટે 9 બૉલમાં 15 રનની જરૂર હતી, પરંતુ રિયાને આ ઑવરનાં ચોથા બૉલ પર છગ્ગો લગાવીને માહોલ રાજસ્થાનનાં પક્ષમાં કરી દીધો હતો. તેના પછીનાં જ બૉલે, જે એક ઝડપી બાઉન્સર હતો, રિયાને મોટો શૉટ ફટકારવાનો પ્રયત્ન કર્યો. બૉલ તેના બેટ પર લાગીને વિકેટની પાછળની બાઉન્ડ્રી પાર ગયો. અમ્પાયરે તરત જ તેને ચોગ્ગો આપ્યો હતો, પરંતુ હકીકત કંઇક અલગ હતી.
રિયાને જેવો જ શૉટ માર્યો તેનું બેટ સ્ટંપ્સ પર અડ્યું હતુ અને બેલ્સ પડી ગઇ હતી. આને જોઇને રિયાન પેવિલિયન પરત જવા માંડ્યો હતો, ત્યારે અમ્પાયરને પણ અહેસાસ થયો કે તેમનો નિર્ણય ખોટો છે. તેમણે તરત જ પોતાનો નિર્ણય બદલ્યો અને થર્ડ એમ્પાયર પાસે ચેક કરાવ્યું. રસેલનો આ બૉલ નૉ બૉ નહોતો અને રીપ્લેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે રિયાન પરાગ હિટ વિકેટ આઉટ છે. આ રીતે રિયાન પરાગે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ જોફ્રા આર્ચરે શાનદાર બેટિંગ કરતા રાજસ્થાનને વિજય અપાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post KKRvsRRની મેચમાં અજીબ રીતે આઉટ થયો બેટ્સમેન, અમ્પાયરે આપી દીધો ચોગ્ગો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/umpire-gave-four-when-batsman-out-because-of-hit-wicket/
via Best Gujarati News
0 Comments