જીતેલી બાજી કોલકાતા હારી જતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ચીયરલીડર
સતત 6 મેચો હાર્યા બાદ કોલકાતા નાઈટ રાઇડર્સનું પ્લેઑફમાં પહોંચવાનું સપનું હવે ધુંધળું થતું જાય છે. 11 મુકાબલામાં 4 જીત અને 7 હાર સાથે ટીમ અત્યારે છઠ્ઠા નંબરે છે. હવે તેણે ટૂર્નામેન્ટમાં પ્લેઑફ સુધી પહોંચવા માટે આવાનારી 3 મેચોમાં મોટી જીત મેળવવાની રહેશે. ગુરૂવાર રાત્રે રાજસ્થાન સામે કોલકાતાને હારનો સામનો કરવો પડ્યો. જીતવા સુધી પહોંચેલી આ ટીમને રાજસ્થાને 3 વિકેટથી હરાવ્યું હતુ. આ હારથી દરેક વ્યક્તિ ઉદાસ હતો.
કોલકાતા મેચ હાર્યું તો એક ચીયરલીડર પણ રડવા લાગી હતી. જોફ્રા આર્ચરે અંતિમ ઑવરમાં જેવો છગ્ગો મારીને જીત અપાવી, કેમેરામાં કેદ થયેલી ચીયરલીડર આંખોમાં આંસૂ લઇને પોતાનું દુ:ખ છુપાવી શકી નહોતી. હવે ઇન્ટરનેટ પર ઝડપથી તેનો વિડીયો અને તસવીર વાયરલ થઇ રહી છે.
That Sad Expression From Cheer leader Feel Really Bad For Her & KKR…
My Favourite Commentator On My All Time Favourite League☺️☺️ #IPL Aaj Mystery Doyi Pe Dal Bati Churma Rajasthan Ke Surma Bhari @cricketaakash @StarSportsIndia @IPL #RRvKKR #KKRvRR #KKR #RR #IPL #IPL2019 pic.twitter.com/R9Q8KIHJMs
— Amit Jogalekar AJ (@Be_Happy_AJ) April 26, 2019
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કંઇ ખાસ પ્રદર્શન ના કરી શકેલા ભારતીય વિશ્વ કપની ટીમમાં સામેલ ખેલાડી દિનેશ કાર્તિકે 50 બૉલમાં અણનમ 97 રન બનાવ્યા હતા, જેના દમ પર કોલકાતાએ 3 વિકેટે 49 રનથી બહાર આવીને 176 રનનો લક્ષ્યાંક રાજસ્થાનને આપ્યો હતો. રાજસ્થાનની જીતમાં મહત્વની ભૂમિકામાં 17 વર્ષનાં રિયાન પરાગ (47 રન) અને જોફ્રા આર્ચર (27 રને) નીભાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જીતેલી બાજી કોલકાતા હારી જતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ચીયરલીડર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/cheerleaders-crying-after-kkr-lost-match-against-rr/
via Best Gujarati News


0 Comments